તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 108 ઇમરજન્સી સેવાએ એક દસકામાં 32 હજાર માનવીને નવજીવન બક્ષ્યું

108 ઇમરજન્સી સેવાએ એક દસકામાં 32 હજાર માનવીને નવજીવન બક્ષ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 4 સપ્ટેમ્બર

ગુજરાતસરકાર અને જી.વી.કે. ઇ.એમ.આર.આઇના સંયુકત પ્રયાસ થકી ગત 29 �ઓગસ્ટ 2007 થી રાજ્ય સહીત ભાવનગરમાં 108 ઇમરજ્નસી સેવાનો પ્રારંભ થયો છે.આ સેવાએ 10 વર્ષ પુર્ણ કર્યા છે.ઉપરાંત જીવીકે ઇએમઅારઆઇ દ્વારા મહિલા�ઓ માટે 181 અભયમ્ હેલ્પલાઇન પણ કાર્યરત છે.તેમજ પ્રસુતિમા ઉતરોતર વધારો કરવા સગર્ભા માતાને ઘરેથી હોસ્પીટલ સુધી નિ :શુલ્ક પહોંચાડીને માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા કટીબધ્ધ છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની પાયાની સુવિધા મળી રહે જેમા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને તબીબી સેવા મળી રહે તેવા પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

આજે લોકોતો ઠીક નાના બાળકોના મોઢે પણ 108 નંબર છે અને 108 એટલે તાત્કાલીક તબીબી સેવા તે અંગે પણ લોકો માહીતગાર છે.એટલે કયાય પણ સામાન્ય કે ગંભીર અકસ્માત સર્જાય,કોઇને વધુ તાવ આવે કે અન્ય પ્રકારે બેભાન થઇ જાય, પ્રસૂતા�ઓને સમય હોય તો એમ્બ્યુલન્સમાં ડીલીવરી કરવી સહીતની અનેક સેવા�ઓ 108 દ્વારા પુરી પાડવામા આવે છે.આ સેવાએ ભાવનગરમાં 10 વર્ષ પુર્ણ કર્યા છે અને દસકા દરમિયાન કુલ 3,40,061 થી વધારે કોલ રીસીવ કરી ઇજાગ્રસ્ત કે ડીલીવરી અથવા તો કોઇ પણ પ્રકારના બીમાર દર્દી�ઓને તાત્કાલીક સુવિધા પુરી પાડી નજીકના દવાખાને કે હોસ્પિટલે પહોંચાડી સારવાર ઉપલબ્ધ કરાવી છે.જોકે 108 એમ્બ્યુલન્સમાં પણ દર્દીને સારવાર આપતા અપતા હોસ્પિટલ સુધી પહોંચાડવામા આવે છે. ખિલખિલાટ દ્વારા પણ 10 વર્ષમાં 52.000 થી વધુ મહિલાઓ અને બાળકને ઘરેથી લાવવા લઇ જવાની સુવિધા પુરી પાડવામા આવી છે.

અત્યારે 108ની 21 એમ્બ્યુલન્સ 24 કલાક દોડે છે અને રાત દિવસ જોયા વગર દર્દી�ઓને સારવાર આપી હોસ્પિટલમા પહોંચાડવામા આવે છે.ભાવનગર 108 દ્વારા 10 વર્ષમાં 32,000 થી વધુ માનવીને ઇમરજન્સી સારવાર આપી નવજીવન બક્ષ્યું છે.આ સંસ્થા દ્વારા જરૂર પડયે પોલીસની પણ કામગીરી નીભાવે છે અને ઘરેલુ ઝઘડા કે અન્ય એવા પોલીસ કેસમા કાર્યવાહી કરાય છે.

નિ :શુલ્ક સેવાનો મહતમ લાભ લેવા અનુરોધ

^ભાવનગરમાં છેલ્લા 10 વર્ષથી 108 ઇમરજન્સી અેમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.આ સેવા તદ્ન નિ:શુલ્ક છે.અને તેમા એક રૂપીયાનો પણ ખર્ચ થતો નથી માટે સેવાનો વધારેમા વધારે લાભ લેવા પ્રજાજનોને અનુરોધ છે. >પ્રોગ્રામમેનેજર, ભાવનગર,બોટાદ, અમરેલી જિલ્લા

4500 પ્રસૃતાની એમબ્યુલન્સમા ડીલીવરી

ભાવનગર108 ઇમરજન્સી સેવા દ્વારા પ્રસૃતા મહિલા�ઓ કે જે હોસ્પીટલ સુધી પહોંચી શકે તેવી કન્ડીશનમાં હોય તેવી 4500 થી વધુ મહિલા�ઓને એક દસકામાં 108 એમ્બ્યુલન્સમાંજ ડલીવરી કરાવી પ્રસૃતા અને બાળક એમ બન્નેની જીંદગી બચાવી છે.

3,40,000થી વધુ કેસમાં લોકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં પહોંચાડયા : 4500 થી વધુ મહિલાઓને 108 માં ડીલીવરી કરાવવામાં આવી

સરાહના | ઇમરજન્સી સેવાને ભાવનગર શહેર-જીલ્લામાં 10 વરસ પુરા થયા

અન્ય સમાચારો પણ છે...