મોડીરાત્રે વાતાવરણમાં ગેસ ફેલાતા લોકોએ ગુંગળામણ અનુભવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| શહેરના મેઘાણી સર્કલથી બોરડીગેટ સુધીના વિસ્તારમાં આજે મોડીરાત્રે તીવ્ર ગેસની વાસ સાથે પ્રદુષણ ફેલાતા લોકોએ ગુંગળામણ અનુભવી હતી. નવરાત્રીનાં કારણે લોકો ઘરની બહાર હતા ત્યારે જ આ ગેસ જેવા વાયુને કારણે લોકોને ગુંગળામણ થતાં અને વાતાવરણમાં ધુમ્મસ છવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

જોકે, કઇ ફેક્ટરીમાંથી કે ક્યાંથી આ પ્રદુષણ થઇ રહ્યું છે તે ખબર પડતી નથી. તંત્ર દ્વારા આની તપાસ થાય તેવી લોકલાગણી છે.

અન્ય સમાચારો પણ છે...