તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્શ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાતજાતના ભેદભાવ વિના કિટનું થશે વિતરણ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે ગુજરાત રાજયભરમાં ખ્યાતિપ્રાપ્ત ભાવનગર શહેરમાં અનેકવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગના ખરેખર જરુરીયાતમંદ પરિવારોને વર્ષોથી નીયમીતપણે નિયત સમયે જીવન જરૂરીયાતની અનેક ખાદ્યસામગ્રીઓની કિટ આપવામાં આવે છે. શહેરની જાણીતી પાશ્વભકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અતીશય જરૂરીયાતમંદ કુટુંબોને નાતજાતના ભેદભાવ વગર દર માસે વિનામૂલ્યે અનાજ તેમજ જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓની સહાય કરવામાં આવે છે એટલુ જ નહિ લાભાર્થી પરિવારોને ભોજન પણ કરાવાય છે. ટ્રસ્ટ દ્વારા તા. 13-1-2019 ને રવિવારનારોજ સવારે 10.30 કલાકે કીટનો વીતરણનો કાર્યક્રમ શહેરના મેઘાણી સર્કલ નજીક સાંઇબાબાના મંદિરની સામે આવેલા માનવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.આ પ્રસંગે દાતા પરિવાર તરફથી તમામ લાભાર્થી કુટુંબો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...