તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિરણ મરિન દ્વારા ખોટી રીતે મેળવેલ ITC પરત કરી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના માધવહિલમાં આવેલી બે વેપારીઓ પેઢીઓ દ્વારા અમદાવાદની પેઢી પાસેથી માલ લીધા વિના ફક્ત બિલ મેળવી અને ખોટી રીતે મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના કેસમાં ભાવનગર સીજીએસટી દ્વારા ગુરૂવારે કરવામા આવેલી દરોડાની કાર્યવાહી બાદ કિરણ ઇસ્પાત દ્વારા ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું કબૂલીને રકમ ભરી દીધી હતી, જોકે તેઓની સામે તપાસ અને સ્ક્રૂટીની યથાવત તંત્ર દ્વારા રાખવામાં આવી છે.

4થી સપ્ટેમ્બરે અમદાવાદની બાલાજી બિલ્ડકોન કંપનીના અમીતભાઇ ગાંગાણી દ્વારા બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરવાના અને કરચોરીના કેસમાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓના દ્વારા ફાડવામાં આવેલા તમામ બિલની તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી રહી હતી.

દરમિયાન ભાવનગરની કિરણ મરિન અને ઋચા સ્ટીલ દ્વારા બાલાજી બિલ્ડકોન પાસેથી ખરીદી કરવામાં આવ્યા હોવાના બિલો હતા અને તેની ચકાસણી કરવામાં આવતા વાસ્તવમાં કોઇ ખરીદ વેચાણ નહીં થયા હોવાનું ચકાસણી દરમિયાન સપાટી પર આવ્યુ હતુ. કાર્યવાહી દરમિયાન કિરણ મરિનના વિજયભાઇ પાંડેએ ખોટી આઇટીસી લીધુ હોવાનું કબુલી અને રૂપિયા 6.10 લાખ ભરી દીધા હતા, જો કે તેઓની સામે ખોટી આઇટીસી અંગેની ખાતાકીય કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. સીજીએસટી તંત્રે ભાવનગરની પેઢીઓ પર કાર્યવાહી કરી હતી અને કબજે લેવામાં આવેલા ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજો અમદાવાદ કચેરીએ મોકલી દેવામાં આવ્યા છે. ઋચા સ્ટીલના ચંદુભાઇ મૌર્યના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તેઓના તમામ ચોપડા સહિતની હિસાબી બાબતોની તલસ્પર્શી ચકાસણી અર્થે અમદાવાદ કચેરી તબદીલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...