તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલે ગુજરાતનો હેતુ ભાવનગરમાં સિદ્ધ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 6 જાન્યુઆરી

રમત-ગમતને સરકાર મહત્તમ પ્રાધાન્ય આપવા ઇચ્છતી હોય તેમ તમામ રમત-ગમતની એક જ સ્થળે સુવિધા મળે તે માટે સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રૂ.25.50 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ થયું પરંતુ તે ઉપરાંત અનેક સુવિધા ઉપલબ્ધ થશે. રમત સંકુલ ખાતે કુલ 56.16 કરોડના ખર્ચે અનેકવિધ સુવિધાઓ િવકસાવાશે.

ભાવનગરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રાજ્યભરના ખેલાડીઓને આકર્ષિત કરશે. મુખ્યમંત્રી િવજય રૂપાણીએ રૂ.25.50 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ આગામી િદવસોમાં મોટાભાગની તમામ રમતોને આવરી લેતું અદ્યતન સુવિધા સભર રૂ.56.16 કરોડના ખર્ચેરમત સંકુલનું િનર્માણ થશે.

મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો બાસ્કેટ બોલ, બેડમિન્ટન, વોલીબોલ, હેન્ડ બોલ, ટેબલ ટેનિસ ઉપરાંત જીમ્નેશિયમ, જુડો, કેરમ, ચેસ, યોગા, એરોબીક્સ, સ્પોર્ટ્સ કોચિંગ એન્ડ ટ્રેનિંગ, 1200 પ્રેક્ષક ક્ષમતાની ગેલેરી, 60 વીઆઇપીની ક્ષમતાની ગેલેરીની સુવિધાઓ ઉપલબ્ધ છે. તદ્દઉપરાંત 6 માળના સ્પોર્ટ્સ હોસ્પલેમાં 400 બેડની ગર્લ્સ અને બોયઝની ક્ષમતા અને જૂની હોસ્ટેલમાં 64 ખેલાડીઓઓને રહેવાની સુવિધા તો છે જ. જ્યારે આગામી િદવસોમાં સિન્થેટિક એથ્લેટીક ટ્રેક, સિન્થેટિક ટેનિસ કોર્ટ, ફુટબોલ ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પૂલનું પણ કુલ રૂ.56.16 કરોડના ખર્ચે િનર્માણ થશે.

આમ, ભાવનગરનંુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રાજ્યભરમાં અાકર્ષણનું કેન્દ્ર બની રહેેશે અને તમામ રમતના ખેલાડીઓને એક જ સ્થળે પ્લેટફોર્મ મળી રહેશે.

રૂપિયા 56.16 કરોડના ખર્ચે િવકસાવાશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
586.80 લાખ

સિન્થેટિક એથ્લેટિક ટ્રેક

94.10 લાખ

સિન્થેટિક ટેનિસ કોર્ટ

25 લાખ

ફુટ બોલ ગ્રાઉન્ટ

1152 લાખ

સ્પોર્ટ્સ હોસ્ટેલ

308.60 લાખ

ટેબલ ટેનિસ હોલ

2550 લાખ

મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ

630 લાખ

સ્વિમિંગ પૂલ

270 લાખ

રમત સંકુલ િવકસાવવાનું

5616.50 લાખ

કુલ મંજૂરી ખર્ચ

અન્ય સમાચારો પણ છે...