તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇના માટે તૈયાર રહો લોહી અાપો-જીવન બચાવો : 361 રકતદાતાઓએ ર્ક્યંુ રકતદાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમન મુસ્તુફા (સ.અ.વ) રસુલે ખુદાના દુખ્તર (પુત્રી)ની વિલાદત (જન્મ જયંતિ) નિમિતે આંબાચોક ઝયનબીયા હોલ ખાતે રવિવારે સવારે 11 થી રાત્રીના 8 કલાક સુધી મહા રકતદાન કેમ્પનુ આયોજન કરેલ છે. જેમા 18 થી 65 વર્ષના સુધીના ભાઇ, બહેન ફરજ સમજી રકતદાન કર્યુ હતુ.

સમાજ દ્વારા રવિવારે સવારના 11 કલાકથી જ ગરીબ, બીમાર અને લાચાર દર્દીની જરૂરીયાત સમયે રાત દિવસ, સમય, કસમય, પોતાનુ કામ તેમજ આરામ છોડી બધુ જ મુકી એક જ હાલકે માનવાની પુકાર સાંભળીને રકતદાન કરવા રકતવીરો હાજર થઇ ગયા હતા. એક બુંદ લોહી પણ અન્યની જીંદગી બચાવી શકાશે તેવી ભાવના સાથે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની વિલાદત નિમિતે મહારકતદાન માટે અપીલ કરાઇ હતી તેનો સાદ સર્વોએ સાંભળી લેતા 361 રકતદાતાઓએ 361 બોટલો રકતનુ દાન કર્યુ હતુ.

રકતદાન કેમ્પમાં વિવિધ સમાજના આગેવાનો તેમજ બહારગામથી અામંત્રણને માન મહત્વ આપીને અગ્રણી ઉદ્યોગપતી જીજ્ઞેશ પટેલ, બી.એમ.પટેલ, જસુભા, વિરમાંધાતા ગૃપના પ્રમુખ રાજુભાઇ સોલંકી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, અને મનભા મોરીએ બહારગામથી શુભેચ્છા સંદેશ પાઠવેલ. કોમરેડ ગૃપ, કે.કે.ગોહિલ (વરતેજ), ભાવનગર શહેરના ડીવાયએસપી સૈયદ, ભાવનગર શહેરના આઇજીના રીડર પો.ઇ પી.વી.જાડેજા, પીએસઆઇ સૈયદ, એસઓજી વિભાગના ડી.ડી.પરમાર, માજી ડીવાયએસી આર.જે.જાડેજા, ભાવનગર શહેરના કોર્પોરેટર કલ્પેશ વોરા વિગેરે તમામ કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજરી આપીને 361 બોટલ રકત એકત્રીત કરેલ તેમજ બ્લડ બેંકનો હુસૈની ગૃપ સક્કા, એ સકીના (સ.અ) ગૃપ, આદર્શ ફાઉન્ડેશન તેમજ ખોજા સમાજ વિવિધ સમાજના આગેવાનોનો અભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો