કચ્છીઓનો જુસ્સો અને આવડત તેને અલગ તારવે છે

Bhavnagar News - kachiyo39s passion and skill sets them apart 054519

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:45 AM IST
કચ્છીઓનો કામ કરવાનો જુસ્સો, હિંમત અને આવડત હજારો લોકોના સમૂહમાં કચ્છીને અલગ પાડે છે. તેમ ભાવનગર કચ્છ સમાજ દ્વારા નવુ વર્ષ અષાઢી બીજની ઊજવણી સમારોહમાં અતિથિ વિશેષ પદેથી બોલતા ગીરીશભાઇ શાહે જણાવ્યું હતુ.

અષાઢી બીજને કચ્છી અને હાલારીનું નવુ વર્ષ ગણવામાં આવે છે. તેઓ લાપસી રાંધીને, 21 દીવાની આરતી અને બીજના ચંદ્રના દર્શન કરીને નવુ વર્ષ ઉજવે છે. ભાવનગરમાં દોઢસો જેટલા કચ્છી પરિવારોએ 34 વર્ષ પહેલા 4 ઓક્ટોબર, '86ના રોજ સ્થાપેલ ""ભાવનગર કચ્છ સમાજ'' દ્વારા દર વર્ષેની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ધાર્મિક વિધીથી આશાપુરા મંદિરની ધજા બદલાવવાનો તથા સાંજે સ્નેહમિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વાર્ષિક હિસ્સાનો તથા સ્વૈચ્છિક દેહદાન, અવયવદાન અને નેત્રદાન અંગે માહિતી આપવામાં આવી હતી. સમાજનાં ભવિષ્યના_ કાર્યો માટે પાટીદાર સંદેશ તરફથી 11000નું દાન પણ આપવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. તમામ લોકોએ ભાવનગર કચ્છ સમાજની પ્રવૃતિઓની સરાહના કરી હતી તથા તેમનાં વતનપ્રેમ બિરદાવ્યો હતો.

X
Bhavnagar News - kachiyo39s passion and skill sets them apart 054519
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી