રામમંદિર નિર્માણને આડે આવતા અવરોધો દૂર કરવા ગુડી પડવાના દિવસે કરાશે અનુષ્ઠાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રામમંદીર નિર્માણને આડે આવતા અવરોધોને દૂર કરવા ગુડી પડવાના દિવસે વિહિપ દ્વારા તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અનુષ્ઠાન કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રયાગરાજ કુંભમેળા ખાતે મળેલ સંતોની ધર્મસંસદમાં અપાયેલ આદેશ અનુસાર મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ રામચંદજીના જન્મસ્થાન પર નિર્માણ થનાર મંદિરમાં આવતા અવરોધોને દૂર કરવા આગામી તા.6-4-19ને શનિવારના રોજ ગુડી પડવાના તહેવારના પ્રસંગના શુભદિને સવારે 6-07 કલાકથી 7-37 કલાક સુધીના સર્વ સિધ્ધયોગ મુર્હુત દરમ્યાન શ્રી રામ જય રામ જય જય રામના વિજય મંત્ર અનુષ્ઠાન સમગ્ર ભારતની અંદર આજ સમયે થવાનુ હોય જેના અનુસંધાને ભાવનગર ખાતે આવેલ મહાદેવ મંદીર તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ ભકતો દ્વારા શ્રી રામ જય રામ જય જય રામના વિજય મંત્ર અનુષ્ઠાન કરવામાં આવશે.

રામભકતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકે તેવા રામભકતોએ પોતાના ઘરે પણ આ સમય દરમ્યાન સામુહિક બેસીને અનુષ્ઠાન કરી શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર ભકતોએ માળા સાથે સવારે 6 કલાકે ઉપસ્થિત રહેવુ

અન્ય સમાચારો પણ છે...