ચામાં નશીલો પદાર્થ પીવડાવી દાગીના કઢાવી લેતી ટોળકી જબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટર સાઈકલમાં લિફ્ટ આપી ચા માં નશીલો પદાર્થ પીવડાવી બળજબરીથી દાગીના કઢાવી લેતી ટોળકીને એસ.ઓ.જી પોલીસે ગારીયાધારના પરવડી ગામ પાસેથી ઝડપી લીધી હતી.

અગાઉ વિવિધ સ્થળોએ મોટરસાઈકલમાં લિફ્ટ આપી ચામા નશીલા પદાર્થો નાખી ચા પીવડાવી લોકને બળજબરી પૂર્વક રોકડ તથા દાગીના કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે શખ્સો ચોરીની મોટર સાઈકલ પર પાલિતાણાથી ગારીયાધાર જવાના છે તેની બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસે વોચ ગોઠવી પરવડી ગામ પાસેથી પસાર થઈ રહેલ વિકેશ ઉર્ફે બાઠિયો રમેશભાઈ વાઘેલા અને મુકેશ રમેશભાઈ વાઘેલા (રહે. બંને તળાજા રોડ પાલિતાણા)ને પોલીસે ઝડપી લીધા હતા. જેની સઘન પુછપરછ કરતા તેઓએ દોઢેક વર્ષ પહેલા પાલિતાણા ગારિયાધાર રોડ પર એક વૃધ્ધ માણસને લીફટ આપવાના બહાને બાઈક પર બેસાડી રસ્તામાં સામા નસીલો પદાર્થ નાખી અર્ધ બેભાન બનાવી તેની પાસેથી સોનાના બટન તથા રોકડ રકમ લૂંટી લીધાની કબુલાત કરી હતી. પોલીસે બંનેને લોકઅપ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...