તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાન : 55 ફૂટ ઊંચી બરફની દીવાલોવાળો રૂટ ખૂલ્યો, 10 લાખ પર્યટક તેને જોવા આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2450 મીટર ઊંચાઇ પર સ્થિત છે આ પર્વતમાળા.

37 કિલોમીટરનો રૂટ છે. સંપૂર્ણપણે વન વે રખાયો છે.

22 જૂને બંધ થઇ જશે લોકો માટે બનાવાયેલો પાથ-વે.

ટોયામા| તસવીર જાપાનના ટોયામા પ્રાંતની છે. અહીં તાતેયામાની બર્ફીલી પર્વતમાળા વચ્ચે બનેલો 37 કિ.મી.નો રૂટ શરૂ થઇ ગયો છે. આ જાપાનનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. આ રોડની બન્ને તરફ બરફની 55 ફૂટ ઊંચી દીવાલો છે. સ્થાનિક વહીવટીતંત્રના કહેવા મુજબ આ સીઝનમાં અહીં 10 લાખ પર્યટક તેને જોવા પહોંચશે. બરફની દીવાલો પર ફરનારા પર્યટકો માટે પાથ-વે પણ બનાવાયો છે. આખા રસ્તા પર બરફના ખૂબસૂરત પહાડ, ખીણો અન ઝરણા પણ છે. અહીં બેટરીથી ચાલતી બસો દોડાવાઇ છે, જેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે. બસ 2450 મીટરની ઊંચાઇ પર સ્થિત મુરોદો પઠાર સુધી લઇ જાય છે. આ રૂટ વન-વે છે. આ વખતે ભારે બરફવર્ષાના કારણે 15ના બદલે 16 એપ્રિલથી શરૂ થયો.

,ભાવનગર , ગુરુવાર, 18 એપ્રિલ, 2019

15

અન્ય સમાચારો પણ છે...