15મી જાન્યુ. બાદ ચીન ગયેલા ક્રૂ શિપમાં પણ આવી નહીં શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાંથી ફેલાયેલા પ્રાણઘાતક કોરોના વાયરસની સામે આગમચેતીના પગલારૂપે 15મી જાન્યુઆરી બાદ ચીન ગયેલા કોઇપણ વિદેશીઓને શિપમાં, વિમાનમાં, જમીન માર્ગે ભારતમાં પ્રવેશ નહીં આપવા અંગેના કડક આદેશ કેન્દ્રીય શિપિંગ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે. કોરોના વાયરસના ચેકિંગ માટે ભાવનગર પોર્ટ, અલંગ યાર્ડમાં આવતા જહાજોના ક્રૂ મેમ્મબરોના સ્વાસ્થ્ય ચેકઅપ માટે થર્મલ ગન, એન95 માસ્કની ફાળવણી પણ કરવામાં આવી છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જાન્યુઆરી 2020થી 36 જહાજો ભાંગવા માટે આવ્યા છે, અને તેમાં આવેલા 180 ક્રૂ મેમ્બરોને પીએચઓ કંડલાની ગાઇડલાઇન પ્રમાણે તમામ ક્રૂના ટેમ્પરેચર માપી, ક્રૂ લિસ્ટ સાથે મોકલવામાં આવે છે અને કંડલાથી ક્લીયરન્સ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ બેકઅપ માટે અલંગ અને ભાવનગરમાં થર્મલ ગન અને એન95 માસ્કની પણ ફાળવણી કરવામાં આવી છે. જે કોઇ જહાજ ચીન, હોંગકોંગ અને તેની આજુબાજુના દેશોમાંથી આવી રહ્યા હોય તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના બંદરો પર કોરોના અંગે તકેદારી

ગુજરાતના તમામ બંદરો પર આવતા જહાજોના ક્રૂ મેમ્બરોનું કોરોના વાયરસ અંગે પીએચઓ કંડલાની દેખરેખ તળે ચેકિંગ કરવામાં આવે છે, અને અત્યાર સુધીમાં એકપણ કોરોના વાયરસ ધરાવતો ક્રૂ મેમ્બર મળી આવ્યો નથી. બંદરો પર, શિપમાં તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
> કેપ્ટન અશ્વિન સોલંકી, ચિફ નોટિકલ ઓફિસર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર.

કેન્દ્રીય શિપિંગ મંત્રાલયનો કોરોના વાયરસ અંગે આદેશ
અન્ય સમાચારો પણ છે...