તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગણાના પક્ષી ગણાતી ચકલીના આંગણે જ દર્શન હવે થયા દુર્લભ!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે ચકલી દિવસ : ચકલીઓની વસતિના ઘટાડાનું એક મુખ્ય કારણ મોબાઇલ ટાવર

ભાવનગર : ભાવનગર શહેરની એક-એક શેરી \\\"માં આજથી એક દાયકા પૂર્વે ચકલી \\\"નો ચીં...ચીં... અવાજ સતત ગુંજ્યા કરતો હતો પણ આજે ભાવનગરમાંથી ચકલીની પ્રજાતિ જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય એ રીતે વસ્તી ઘટી ગઈ છે ત્યારે આપણી આગળની પેઢીને ચકલીને જોવા મ્યુઝિયમ કે ફિલ્મમાં ન જવું પડે તે હેતુથી તા.20 માર્ચને શુક્રવારે સેવ સ્પેરો ડે’ (ચકલી બચાવ દિન)ની ઉજવણી વિશ્વ સ્તરે કરવામાં આવશે. શહેરમાં ચકલી \\\"ની વસતિના ઘટાડાનું એક મુખ્ય કારણ મોબાઇલ ટાવર છે જેના હાનિકારક તરંગોના કારણે ચકલીના ઇંડાને પારાવાર નુકશાન થતું હોવાનું તારણ છે.

બદલાયેલી જીવનશૈલીને કારણે શહેરોમાં ચકલી નામનું એ પંખીડું ગાયબ થઇ ગયું છે. ચકલી વૃક્ષો ઉપર માળો નથી બાંધતી. અગાઉ મકાનોમાં નળિયા અને લાકડાંના બાંધકામો હતા. ઘરના રૂમોમાં લટકતી તસવીરોની પાછળ ચકીબેન અને ચકારાણા માળો બાંધતા. હવે એમની એ સુવિધા છીનવાઇ ગઇ છે. આજના યુગમાં આપણે સૌ કોઈએ ભેગા થઈ આંગણાના કલરવ કરતાં પક્ષી ચકલીની સંખ્યા વધારવી પડશે હાલના સમયમાં મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો, વૃક્ષોના વધુ પડતા છેદનને કારણે રાસાયણિક પ્રદૂષણને કારણે તેમજ ઘરમાં માળો નહીં બનાવી દેવાને લીધે ચકલીની
સંખ્યા ઘટી રહી છે. વૃક્ષ છેદન-રાસાયણિક પ્રદૂષણ પણ કારણભૂત છે.

અન્ય સમાચારો પણ છે...