તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર રેલવેના પડતર માર્ગોને ન્યાય મળવો જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોડગેજ કન્વર્ઝન સાથે ભાવનગર ડીવીઝનમાં બોટાદથી જસદણનો 45 કિમીનો મીટરગેજ માર્ગ હોય કે પછી શાપુર-સરાડીયાનો 18 કીમી મીટરગેજ માર્ગ હોય અથવા કુંકાવાવ-બગસરાનો 25 કિમીનો મીટરગેજ માર્ગ હોય, વર્ષોથી આ ટ્રેક ઉપયોગહિન પડ્યા છે. રેલવેએ આ ટ્રેક નવેસરથી વિકસાવીને તેનો બહુજનહિતાય ઉપયોગ કરવાની જરૂર છે, તેવી જનતાની લાગણી છે. ગઢડાથી નિંગાળાનો 20 કિલોમીટર લાંબો મીટરગેજ માર્ગ 35 વરસથી ડેડ ટ્રેક તરીકે કાટ ખાઇ રહ્યો છે. સ્થાનિક લોકોની માંગણી છે કે ભાવનગર-સુરેન્દ્રનગરની મેઇન લાઇન પર આવતી આ 20 કિલોમીટરની બ્રાંચલાઇન જે રીતે જમાનાઓ પૂર્વે ધમધમતી હતી તે પ્રકારે ફરીથી ધમધમતી કરીને ગઢડા સ્વામિનારાયણ જેવા વિરાટ યાત્રાધામને સમગ્ર દેશની રેલવે સાથે જોડવામાં આવે. દેશભરના યાત્રાધામોને એકબીજા સાથે જોડવાની સરકારની યોજના માત્ર કાગળ ઉપર વિકાસ કરે એના કરતાં ગઢડા-નિંગાળા વચ્ચે ખરેખર મૂર્તિમંત થાય એવી જનલાગણીને ભાવનગર રેલવે ન્યાય આપી શકે તેમ છે,

અન્ય સમાચારો પણ છે...