તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાંઘળીની મીલમાં શ્રમિક પર લોખંડની પ્લેટ પડતા મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર |ભાવનગર |5 જાન્યુઆરી

ભાવનગર શહેર-જીલ્લામાં બનેલી અપમૃત્યુની જુદી જુદી ઘટના�ઓમા એક મહીલાનુ દદાર પરથી પડી જતા જ્યારે બે યુવાનોને વાહન અકસ્માતમા ઇજા થતા અને એક કામદાર પર મીલમા કામ કરતી વખતે માથે લોખંડની પ્લેટ પડતા તમામના મોત નીપજયા હતા.

શહેરના સંઘેડીયા બજાર વિસ્તારમાં રહેતા મખીજાબેન યુસુફભાઇ લાકડીયા ( ઉ.વ.38 ) ગત તા. 24/12 ના રોજ ઘરે દદાર પરથી પડી જતા અને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયુ હતુ.

જ્યારે બીજા બનાવમાં બુધેલ ગામે રહેતા બાબુભાઇ વાલજીભાઇ મકવાણા ( ઉ.વ.46 ) ગઇકાલે કાળાતળાવ ( ભાલ ) બાજુથી આવતા હતા.તે વખતે વાહન અકસ્માતમા ઇજા થતા તેમનુ સારવારમા મોત નીપજયુ હતુ.

ત્રીજા બનાવમા ગત તા.10/12 ના રોજ વલભીપુર-ચમારડી નજીક મીનીબસ પલ્ટી જતા ઇજા પામેલ ગોરધનભાઇ દુદાભાઇ લકુમ ( ઉ.વ.50 ) ને ગંભીર ઇજા થતા સારવાર માટે સર ટી હોસ્પીટલમા હતા.જયા સારવાર દરમિયાન તેમનુ મોત નિપજતા આ બનાવમા આટ વ્યકીત�ઓના મોત થયા છે.

ચોથી ઘટનામાં સિહોર તાલુકાના ઘાંઘળીગામે આવેલ પ્રમુખ મહારાજ સ્ટીલ મીલમાં કામ કરતા કામદાર સંજયભાઇ સવજીભાઇ સાંકડાસરીયા ( ઉ.વ.50 ) મીલમા લોખંડની પ્લેટની હેરફેર કરતા હતા.તે વખતે લોખંડની પ્લેટ તેમના માથે પડતા અને ગંભીર ઇજા થતા તેમનુ સારવાર દરમિયાન સર ટી. હોસ્પીટલમા મોત નીપજયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...