વીમો મંજુર કરાવવા 40 હજારની લાંચ લેતો વીમા એજન્ટ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારની પ્રધાન મંત્રી જીવનજ્યોત વિમા યોજના હેઠળ ઉતારેલ વિમામા મરણ જનારની વીમાની રકમ પાસ કરાવવા બાબતે રૂા.40 હજારની લાંચ લેતા વિમા એજન્ટને બોટાદ એસીબીએ આ બાદ રીતે ઝડપી પાડ્યો હતો.

બોટાદ એસીબીમાં ફરીયાદ કરનારના ભત્રીજાએ ભારત સરકારના પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના હેઠળ વિમો ઉતારેલ હતો જેનું વેરીફીકેશન આ કામના વીમા એજન્ટે કરી ફરીને કહેલ કે મરણ જનાર તમારા ભત્રીજાનો વિમો ઉતાર્યો તે પહેલાજ કેન્સરની બીમારી હોવાના કારણે તેનો વિમો પાસ થઈ શકે તેમ નથી તેનો વિમો પાસ કરાવવો હોય તો વહીવટ માટે રૂા.50 હજાર આપવા પડશે બાદ રકજકના અંતે રૂા.40 હજાર નક્કી કરાયા હતા અને ત્યારેજ રૂા.10000 વિમા એજન્ટ ગોપાલ અશોકભાઈ મારૂ (રહે.અભીષેક સોસાયટી, ભાવનગર)ને આપી દેવાયા હતા બાદ બાકીના રૂા.30 હજાર આજે મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ સામે રોડ પર બોટાદ પાસે આપવાનું નક્કી કરાયું હતું. બાદ લાંચની રકમ હાથો હાથ સ્વીકારતા બોટાદ એસીબીના સ્ટાફે એજન્ટ ગોપાલને રંગે હાથ ઝડપી લીધો હતો. અલબત વિમા કંપની તરફથી રૂા.2 લાખ જેવી રકમનો વીમો તો પાસ થઈ જ ગયો હતો બાદ આ રકમ સ્વિકારવા જતા આરોપી ઝડપાય ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...