શહેરમાં એક સમયે દોડતી 60ની જગ્યાએ હવે માત્ર 17 સિટી બસો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર માં ચાલતી સીટી બસો હવે ધીરે ધીરે ખાડે જઈ રહી છે. હાલમાં સાત લાખ ની વસ્તી વચ્ચે ફક્ત 17 જેટલી સીટી બસો ભાવેણા નાં રસ્તાઓ પર દોડી રહી છે 2001માં ૮ બસ થી લઈને શરૂઆત કરનાર અને ત્યાર બાદ તેને 17 સુધી વધારીને શરૂ થયેલ વિટકોસ સીટી બસ 2011માં 60નાં આંકડે પહોંચી હતી. ભાવનગર માં વસ્તી નો ઘેરાવો અને વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને સરકાર પણ 130 સીટી બસ સુધી સબસિડી આપે છે. ત્યારે શહેરને વધુ સીટી બસ ની સુવિધા ફાળવવામાં આવે તે જરૂરી છે.

રાજ્ય સરકાર કી.મી દીઠ રૂ૧૨.૫૦ અને કોર્પોરેશન દ્વારા પણ રૂા.12.50 ની સબસિડી આપવામાં આવે છે. પછી નફો થાય તે ઓપરેટર નો હોય છે. અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટમાં સરકાર ઉપરાંત કોર્પોરેશન પણ સબસિડી ચૂકવે છે પરંતુ ભાવનગરમાં તે ચૂકવાતી નથી. હાલમાં દરેક સ્કૂલ પાસે સ્કુલબસ ની સુવિધા હોવાથી વિદ્યાર્થીઓ નું બસ ટ્રાન્સપોર્ટેશન ઘટયું છે. હવે રિક્ષાઓ સી.એન.જી થઈ ગઈ હોવાથી સિટી બસ કરતા ઓછા ભાવે પેસેન્જરો ને લઇ જાય છે. સીટી બસની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે. પબ્લિક દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ જ નથી કરાતો અને સરકાર પણ સુવિધા આપવા પ્રયત્નશીલ નથી દેખાઈ રહી.

ક્યાં ક્યાં સીટી બસ દોડી રહી છે
ભાવનગર શહેરમાં હાલમાં ગાયત્રીનગર અને આનંદનગર તેમજ ચિત્રા નીલકંઠ નગર , કાળીયાબીડ , હરિઓમનગર , નારી , નવાપરા , ક્રેસન્ટ , ડોન ચોક , મહિલા કોલેજ સર્કલ , સુભાષનગર , પટેલ નગર , કુંભારવાડા , મંત્રેશ કોમ્પલેક્ષ વગેરે જેવા રૂટ પર સીટી બસ ચાલી રહી છે.

45 CNG બસ નું બીજા પ્રયત્નનું ટેન્ડર ભરવાનું શરૂ છે
 અત્યારે 45 સી.એન.જી સીટી બસ નું ટેન્ડર મ.ન.પા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પેહલા વાર નાં પ્રયત્ન ફક્ત એક અરજી આવેલ હોવાથી બીજી વાર ટેન્ડર ભરાશે. પરંતુ રોજના એક લાખ નો ગેસ અને પગાર , સર્વિસ વગેરે સાથે થઈને મહિને ૨ કરોડ થી વધુ ખર્ચ કરાવતી બસ માં કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી રકમ સમયસર ન ચૂકવવામાં આવતી હોવાથી ટેન્ડર ભરનારને આર્થિક બોજો પડે છે જેથી સીટી બસ નાં ટેન્ડર માં હજી બે વ્યક્તિ દ્વારા ભરવાની તૈયારી બતાવાઈ છે. કેટલા બસ સ્ટોપ છે અને કેટલા બસ સ્ટેન્ડ છે તેની ગણતરી ન કરવામાં આવતી હોવાથી અત્યારે અમારી પાસે પૂરતી માહિતી નથી. હરેશ વ્યાસ, કાર્યપાલક ઇજનેર ટ્રાન્સપોર્ટ મ.ન.પા.

અન્ય સમાચારો પણ છે...