તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્સ્પેક્શનમાં તબીબોની બદલીઓ બંધ કરવી જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર માસ સુધી ચાલતી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન અને કોલેજોની સ્થિતિ સુધારવી હોય તો તેની પ્રવેશ પ્રક્રિયાને દુરસ્ત કરવાની ખાસ્સી આવશ્યક્તા છે.

રાજ્યમાં જ્યારે મેડિકલ કાઉન્સિલનું ઇન્સપેકશન આવે ત્યારે સરકારી કોલેજોમાંથી વારંવાર પ્રોફેસરોની બદલીઓ કરવામાં આવે છે આ પ્રક્રિયા પણ બંધ કરવાની દિશામાં આગળ ધપવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. ડોક્ટરોની ટ્રાન્સફરને કારણે પી.જી.મેડિકલ-ડેન્ટલની બેઠકો પર સીધી અસર પડતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલની પુરતી સગવડ આપવા માટે સુપર સ્પેશિયાલીટી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા તળે આવતી મેડિકલ કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં હાલ અલગ અલગ સિલેબસ છે, જેને કોમન કરીને કોમન કરીક્યુલમ કરવાની દિશા તરફ કાર્ય કરવા મેડિકલ કરીક્યુલર રીફોર્મ અંગેના રાજ્યકક્ષાના અમદાવામાં યોજાઇ ગયેલા સેમિનારમાં સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં સુપર સ્પેશિયાલિટીની બેઠકોનો રેશિયો વધારવા માટે પણ વિચારણાઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાઉન્ડ ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ અંતર્ગત મેડિકલ કોલેજોની મંજૂરી આપવાની જાહેરાત કરવાાં આવી છે ત્યારે વધુમાં વધુ હોસ્પિટલો મેડિકલ કોલેજો સાથે જોડાય તેવા પ્રયાસ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.

સૌની ચર્ચાનો સૂર સામાન્ય એક જ હતો કે, મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તો બાકીની કામગીરીને પણ વેગ મળી શકે છે. રાજ્યકક્ષાના મેડિકલ સેમિનારમાં ભારત સરકારના નીતિ આયોગના ચેરમેન, એમસીઆઇના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને સુધારાઓ સ્વીકારવા ટકોર કરી હતી. મેડિકલ પ્રવેશ પ્રક્રિયાને ગતિ પ્રદાન કરવાની દિશામાં કાર્ય કરવા માટે તમામે સાથે મળીને કામ કરવા પણ આહ્વાન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...