તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલંગની મુલાકાતમાં સ્વચ્છતા કામદાર તાલીમનું નિરીક્ષણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુરોપીયન કોમ્યુનિટી શિપ ઓનર્સ એસો.નું 24 પ્રતિનિધિઓની સત્ય શોધક સમિતિ (ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી) અલંગ શિપબ્રેકિંગ યાર્ડની મુલાકાતે આવ્યુ હતુ અને ટીએસડીએફ સાઇટ, 11 શિપબ્રેકિંગ પ્લોટ, કામદાર તાલીમ સંકુલ, કામદાર આવાસ કોલોનીની મુલાકાત લીધી હતી.

યુરોપીયન યુનિયન પાસે સમયાવધિ વટાવી ચૂકેલા અનેક જહાજો છે, પરંતુ બીચિંગ પધ્ધતિથી કરવામાં આવતા શિપબ્રેકિંગ સામે તેઓનો સ્પષ્ટ વાંધો છે. છતા અલંગ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો અપનાવી અને ગ્રીન શિપ રીસાયકલિંગથી હોંગકોંગ કન્વેન્શનનો અમલ પૂર્તતા કરે છે તે નિહાળવા માટે સત્ય શોધક સમિતિ આવી છે.

ગઇકાલે સિહોરની રોલિંગ મિલોની મુલાકાત લીધા બાદ મંગળવારે સવારથી કાફલો અલંગ પહોંચી ગયો હતો અને લેન્ડ ફિલ સાઇટની મુલાકાત લઇ કઇ રીતે જોખમી કચરાનું સંચાલન અને નિકાલ કરવામાં આવી રહ્યો છે તેની માહિતિ મેળવી હતી. બાદમાંં પ્લોટ નં.84, 78, 67, 59, વી-1, 47, 35, 30, 28, 25, 13માં ભાંગવામાં આવી રહેલા જહાજની પધ્ધતિઓનું નિરીક્ષણ કર્યુ હતુ તથા યાર્ડમાં ઉપલબ્ધ જુદી જુદી સવલતો, કામદારો દ્વારા સેફ્ટી સાધનોનો ઉપયોગ કરાઇ રહ્યો છે કે કેમ તેની જાત માહિતિ મેળવી હતી.

યાર્ડમાં નીતિ નિયમોનું પાલન કઇ રીતે થાય છે, પ્લોટની બહારની સાઇડ અને દરિયાના મુખ તરફ કેવી સ્વચ્છતા છે તેનું મુલ્યાંકન પણ કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો