સોનગઢ કન્યા છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારના અનુચૂસિત જાતિકલ્યાણ ખાતાની ગ્રાન્ટ ઈન એઈડ સત્કર્મ ગ્રામ િવકાસ ટ્રસ્ટ સંચાલિત પછાત વર્ગ કન્યા છાત્રાલય-સોનગઢ (તાલુકો-સિહોર)માં અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષી)ની ધો.6 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને સરકારના િનયમ મુજબ રહેવા-જમવાની મફત સુવિધા આપવામાં આવે છે. આ કન્યા છાત્રાલયમાં જૂન-2019થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાિત તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષી)ની કન્યાઓને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને પરીણામપત્રક સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. કન્યા છાત્રાલયમાં પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. પ્રવેશની વધુ માહિતી માટે પછાત વર્ગ કન્યા છાત્રાલય-સોનગઢનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...