તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2030 સુધીમાં ભારત વિશ્વનાં શ્રેષ્ઠ 3 દેશોમાં હશે : મંત્રી રાજનાથસિંઘ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાવનગર ભાજપ દ્વારા શહેરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે યોજાયેલા ગણમાન્ય નાગરીક સંમેલનમાં પ્રારંભે શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનું સન્માન બાદ ભારતની સુરક્ષા અને વિકાસ સંદર્ભે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત ફાસ્ટ ઇકોનોમી કન્ટ્રી છે સાથોસાથ આગામી વર્ષ ૨૦૩૦ માં વિશ્વના શક્તિશાળી દેશો રુસ, ચીન અને અમેરિકા પૈકી કોઈ એક દેશ ને પાછળ રાખી પ્રથમ ત્રણ માં ભારતનું સ્થાન હશે. આ અવસરે તેઓએ િવશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન મજબૂત બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. અને ભ‌વિષ્યમાં પણ હજુ વધુ સુદ્રઢ અર્થવ્યવસ્થા ભારતની થશે તેમ ઉમેર્યું હતું.

આ અવસરે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પુલવામાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારતીય વાયુદળ દ્વારા કરાયેલી એરસ્ટ્રાઈકમાં પ્રધાનમંત્રીની નિર્ણયશક્તિને આવકારી પાકિસ્તાનની ધરતી પર જઈ હુમલો કર્યા બાદ કેટલા આતંકવાદીઓને માર્યા તે ગણતરી કરવા કોંગ્રેસ દ્વારા અવારનવાર વિવાદ ઊભો કરે છે, પરંતુ હુમલો કર્યા બાદ સૈનિકો ત્યાં ઊભા રહી કેટલા આતંકવાદીઓ માર્યા તે ગણતરી કરવા બેસે ? તેમજ પાકિસ્તાન તરફે પણ પાડોશીધર્મનુ પાલન કર્યાનું જણાવી એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનના કોઈ નાગરિક કે આર્મીના જવાન પર હુમલો કરી નુકસાન નથી પહોંચાડ્યાનું કહી તેઓએ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની પંક્તિ ‘જિંદગી મેં દોસ્ત બદલે પરંતુ પડોશી ના બદલે’ યાદ કરી હતી.

રસ્તા પર યુવાનોએ ડાન્સના કરતબ દેખાડી લોકોને આકર્ષિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...