તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

462ની સરસાઈ સાથે નવા મતદારોની નામ નોંધણીમાં મહિલાઓએ પુરૂષોને પાછા પાડ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલાઓમાં દિન-પ્રતિદિન જાગૃતિનું પ્રમાણ વધતું જતું હોવાનો તાદ્રશ્ય પુરાવો તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસ માટે યોજેલી મતદાર નોંધણી સુધારા ઝુંબેશ છે. જેમાં નવા નોંધાયેલા મતદારોમાં પુરુષો કરતા સ્ત્રીઓ ચડિયાતી બની છે. નવા નોંધાયેલા મતદારોમાં પુરુષો કરતા 462 મહિલાઓ વધુ છે.

મતદાન અને મતદારોમાં યંગ જનરેશન અને ખાસ કરીને મહિલાઓને જોડવા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહેતા હોય છે. જે માટે તંત્ર દ્વારા અવેરનેસ પ્રોગ્રામ પણ યોજાતા હોય છે. ત્યારે આ વખતે તેમાં સફળતા મળતી હોય તેમ તાજેતરમાં બે દિવસ માટે મતદાર યાદીમાં નામ નોંધાવવા અને સુધારા માટે યોજાયેલા અભિયાનમાં નવા નોંધાયેલા મતદારોમાં 2435 પુરુષો સામે 2897 મહિલાઓ નોંધાયા છે. આમ કુલ 5322 મતદારો નવા નોંધાયા છે. માત્ર બે દિવસના અભિયાનમાં નવા મહિલા મતદારો પુરુષો કરતાં વધુ નોંધાયા છે. તેમાં પણ ખાસ કરીને ૧૯ વર્ષથી વધુ વય જૂથમાં પુરુષ મતદારો કરતા 703 મહિલા મતદારો વધુ નોંધાયા છે. તે જ પ્રતિપાદિત કરે છે કે ધીરે-ધીરે યુવાનો અને મહિલાઓમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું છે.

શહેરમાં વધુ જાગૃતિ
મતક્ષેત્ર પુરુષો મહિલાઓ

મહુવા 304 390

તળાજા 363 441

ગારીયાધાર 172 262

પાલીતાણા 331 406

ભાવ.ગ્રામ્ય 367 408

ભાવ. પૂર્વ 442 496

ભાવ.પશ્ચિમ 456 494

કુલ 2435 2897

તંત્રને કેમ્પસ એમ્બેસેડરનો પણ સહયોગ સાંપડ્યો
મતદાર નોંધણી અને સુધારા ઝુંબેશમાં મહિલાઓની વધેલી સંખ્યા સ્ત્રીઓમાં અવેરનેસ નું પ્રમાણ વધ્યું હોવાનું દેખાય છે. મહિલાઓ અને ખાસ કરીને યુવાનોમાં મતદાર નોંધણીની જાગૃતિ આવે તે માટે કોલેજોમાં પણ કેમ્પસ એમ્બેસેડર એટલે કે સ્થાનિક કોલેજોના જ સ્ટુડન્ટ્સના સહયોગથી કાર્ય કરીએ છીએ. તેમજ બુથ લેવલ બી.એલ.ઓ.ની પણ કામગીરી સારી રહી હતી. બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો