તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓમાં 124 શિક્ષકો મુકાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 24 ફેબ્રુઆરી

ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષકોમાં ધો.6થી ધો.8માં ભણાવતા અને જે તે શાળા�ઓમાં વધ થયેલા શિક્ષકો માટે આજે ભાવનગર શહેરમાં ક્રેસન્ટ ખાતે સર્વ શિક્ષા અભિયાન કચેરી ખાતે કેમ્પ યોજાઇ ગયો જેમાં ભાષા, ગણિત અને શાસ્ત્રના કુલ મળી 124 શિક્ષકોએ લાભ લેતા હવે જ્યાં જ્યાં વિષયની જગ્યા ખાલી હશે ત્યાં ત્યાં આ શિક્ષકોની જગ્યા ભરવામાં આવશે. મોટા ભાગે જગ્યા મહુવા તાલુકામાં ખાલી હતી તેવું જાણવા મળ્યું છે.તો મંગળવારે હવે લોઅર પ્રાયમરી માટે વધ કેમ્પ યોજાશે.

શનિવારે યોજાયેલા વધ કેમ્પમાં ભાષામાં 72, ગણિતમાં 24 અને સામાજિક વિજ્ઞાનમાં 28 મળી કુલ 124 શિક્ષકો વધમાં આવ્યા હતા.

તા.26 ફેબ્રુઆરીને મંગળવારે સવારે 9 કલાકથી ધો.1થી 5ના એટલે કે લોઅર પ્રાયમરીના શિક્ષકો માટે વધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય શિક્ષકોને ભાવનગર ખાતે સર્વ શિક્ષા અભિયાન કચેરી, ક્રેસન્ટ ખાતે હાજર રહેવા જણાવાયું છે.

તા.25 ફેબ્રુઆરીને સોમવારે જિલ્લામાં ગણિત અને વિજ્ઞાનના વિદ્યાસહાયકોની ભરતી થવાની છે તેમ જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ મધુકરભાઇ �ઓઝાએ જણાવ્યું હતુ.

વિચિત્ર નિયમ
વધ કેમ્પમાં સરકારનો એક નિયમ વિચિત્ર છે. જેમાં લોઅર પ્રયામરી એટલે કે ધો.1થી 5માં ભણાવતા શિક્ષકો ઉચ્ચત્તર પ્રાથમિક એટલે કે ધો.6થી ધો.8માં જગ્યા હોય તો ભરતી કરી શકાય પણ ઉચ્ચત્તર પ્રાથમિકમાં જે શિક્ષક હોય તે લોઅર પ્રયામરી એટલે કે ધો.1થી 5માં જગ્યા હોય ત્યાં ફરજ બજાવી શકે નહી. ખરેખર તો ઉલટો નિયમ હોવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો