તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેબ્રુઆરી માસમાં ઇન્દોરથી શત્રુંજય મહા તીર્થના છરીપાલિત સંઘનું પ્રયાણ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના રતલામ ખાતે ચાતુર્માસ, જયંતસેનધામમાં ભવ્ય ઉપધાન તપ સંપન્ન કરાવી જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમના પ્રેરક બંધુબેલડી આચાર્યદેવ માલવા પ્રદેશના વિવિધ શહેર-નગરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મંદસૌર (એમ.પી.)માં 13 જાન્યુઆરીથી ભવ્ય અંશન શલાકા પ્રતિષ્ઠા તથા પૂ. ગણિવર્ય પ્રસન્નસાગરજી મ.સા. તથા પૂ. ગણિવર્ય વિરાગચન્દ્ર સાગરજી મ.સા.ને પન્યાંસ પદ પ્રદાન માટે નગર પ્રવેશ થશે.તેમજ તા. 23-1 ના રોજ પદ પ્રદાન,નૂતન સા.રીતિ પ્રસન્નાશ્રીજી મ.સા.ની વડી દીક્ષા,તા.26-1 ના રોજ શંખેશ્વર પાર્શ્વનાથ વિવિધ પ્રતિમાને અંજન પ્રતિષ્ઠા, તા.10-2 ના રોજ નીમચમાં જયંતિકુમારીની દીક્ષા યોજાશે. તેમજ આગામી તા.8-2-2019 ના રોજ ઇન્દોરથી શત્રુંજય મહાતીર્થ (પાલિતાણા)ના 37 દિવસીય છરીપાલિત સંઘનું પ્રયાણ થશે.

અન્ય સમાચારો પણ છે...