ચેટીચાંદની ઉજવણીના અનુસંધાને આજે ગાયત્રીનગર વિસ્તારમાં શોભાયાત્રા ફરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર જિલ્લા સિંધી સમાજ દ્વારા તા.6 એપ્રિલ ચેટીચાંદ સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાંઇનો જન્મ ઉત્સવ ભારે ધામધુમ આનંદ ઉલ્લાસ, શ્રધ્ધા ભાવ ભકિત સાથે અનેક ધાર્મિક ઉત્સવો સાથે ઉજવવા અનેરો થનગનાટ પ્રવૃતિ રહ્યો છે. આ પ્રસંગે તા.4 એપ્રિલના દિવસે ભાવનગરની પાવન ભૂમિ પર સાંઇ શહેરાવાલેજીનુ ભવ્ય આગમન થશે. અને ભાવનગર રૂપમ ચોક પાસે આવેલ ઝુલેલાલ સાંઇના પૌરાણીક મંદિર સંત પ્રભારામ જલ આશ્રમ (પરબ) પર તા.4 ગુરૂવારે રાત્રે 8 થી 11 ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે આન બાન અને શાન સાથે ઉજવાશે.

તા.4 ગુરૂવારના સાંજે 5 કલાકે શોભાયાત્રા ગાયત્રીનગરથી નીકળી આજુ બાજુના વિસ્તારમાં ફરશે. રાત્રે 8 કલાકે રૂપમ ચોક સ્વામી પ્રભારામ જલ આશ્રમ પરબ પર અખંડ જયોત ભહેરાણાનુ પુજન થશે. રાત્રી 9 કલાકે સિંધી સમાજના મહાજ સંત દિપકલાઇ સાંઇ (ગુરૂબાબા નંદલાલ)ની હાજરીમાં ઝુલેલાલ સાંઇના ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવશે.

સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાંઇના ચૈટીચાંદ તા.6 એપ્રિલ ગુરૂવારે ભાવનગર જિલ્લામાં સિંધી સમાજના જેના ઘરે બાળકનો જન્મ થશે. તેને હિરાલાલ નાગદેવ પરિવાર તરફથી ચૈટીચાંદની યાદગીરી સ્વરૂપે એક ચાંદીની મુદ્રા ભેટ આપવામાં આવશે. આ અંગે તા.10-4 સુધી સ્થાનીક નગરપાલીકાનો જન્મ દાખલો રજુ કરવાનો રહેશે. ભાવનગર શહેર સહિત પાલીતાણા, સિહોર, અમદાવાદ, ગુજરાત સાથે દેશ વિદેશમાં તા.6 શનિવારે આયોલાલ ઝુલેલાલના ગગનભેદી નારાઓ સાથે ભારે ધાર્મિક આસ્થા ભાવ ભકિત, આરતી પુજા, ભહેરાણા સાહેબ, શોભાયાત્રા, ખુલ્લો લંગર પ્રસાદ (પ્રીતી ભોજન) ભજન કિર્તન સાથે ધાર્મીક કાર્યક્રમોમાં સમસ્ત સિંધી સમાજમાં તન,મન ધનની સેવા કરી પોતાનુ જીવન સફળ બનાવી ધન્યતા અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...