તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી કામગીરી સંદર્ભે પ્રાંત અધિકારી સામે કાર્યવાહી શરૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર સહિત સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કિસાન યોજના અને માનધન યોજના સંદર્ભે લોકોને વધુ ને વધુ લાભ મળે તે માટે વહીવટીતંત્ર ઉંધામાથે થયું છે. તેવામાં આ બંન્ને યોજનાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ભાવનગર પ્રાંત અધિકારી સામે જિલ્લા કલેકટરે પગલા ભરવાની કાર્યવાહીથી ભારે ચર્ચા જાગી છે. વહીવટી તંત્રના અધિકારીઓના બનાવેલા whatsapp ગ્રુપમાં ગઈકાલ રાત્રિથી જ અધિકારીઓ વચ્ચે આમને સામને ચાલતી દલીલો જિલ્લાભરના તંત્ર વાહકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના અને તાજેતરમાં જ અમલી બનેલી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે સરકારમાંથી તંત્ર પર ભારે દબાણ છે. સ્થાનિક લેવલે આ યોજનાઓની ડેટા એન્ટ્રીનું કામ આઈ ટી આઈ માં ચાલી રહ્યું છે. પરંતુ કોઈ કારણોસર ગઈકાલે રાત્રે કામગીરી બંધ હોવાથી તે સંદર્ભે ભાવનગરના પ્રાંત અધિકારી યુ.એસ. શુક્લને તેનું ફોલોઅપ લેવા જિલ્લા કલેકટર દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી તેમ છતાં કામગીરી સંતોષજનક નહિ જણાતા આ સંદર્ભે અધિક કલેકટર મારફત પ્રાંત અધિકારીની નબળી કામગીરીનો સરકારમાં રિપોર્ટ કરવા કલેક્ટરે સૂચના આપી છે.

પ્રાંત અધિકારી સામે નબળી કામગીરી સંદર્ભે કાર્યવાહી કરવાને કલેકટર હર્ષદ પટેલ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓ અને દલીલો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના બનાવાયેલા whatsapp ગ્રુપમાં થતા અધિકારીઓમાં પણ તરેહ તરેહની ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો