તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં વાદળો રહેતા બપોરે તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગઇ કાલથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે પણ ભાવનગર શહેરમાં વાદળની અવરજવર ચાલુ રહેતા બપોરે મહત્તમ તાપમાન ત્રણેક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 30.4 ડિગ્રી રહેતા બપોરે ગરમીમાં થોડી રાહતનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયેલું તે આજે ઘટીને 30.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 19.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે ઘટીને 18.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા નોંધાયું હતુ જે ગઇ કાલે 47 ટકા રહ્યું હતુ. તો પવનની સરેરાશ ઝડપ ગઇ કાલે 28 કિલોમીટર હતી તે આજે ઘટીને 18 કિ.મી. થઇ હતી.

રાજુલા પંથકમાં માવઠુ
રાજુલા તાલુકાના રામપરા, ભેરાઇ, પીપાવાવ, કોવાયા વાઢ, મીતીયાળા અને આસપાસના ગામડાઓમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઓચિંતા વરસાદથી કૃષિ અને અન્ય કિંમતી માલ સામાન ઢાંકવા માટે દોડાદોડી થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો