તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાનો આરોપી પોલીસમાં હાજર થતા લોકઅપ હવાલે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં બંદર રોડ નજીક પ્રેસ રોડ પાસે ગત રાત્રીના થયેલ હત્યાના બનાવમાં મૃતકના ભાઇએ બન્ને આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થય જતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા.

બનાવ અંગે મળતી વિગત મુજબ ગત થર્ટી ફસ્ટના રોજ પ્રવિણભાઇ છગનભાઇ ચુડાસમાને આરોપી જીગ્નેશ ઉર્ફે જીગામામા સાથે દારૂ પીવા બાબતે ઝઘડો થયેલ જેની દાઝે ગત રાત્રીના પ્રેસ રોડ ગંગા વોટર સપ્લાય પ્લાન્ટ પાસે આરોપી જીગ્નેશ ઉર્ફે જીગામામા ધીરાભાઇ બાંભણીયા (ઉ.વ.19) તથા કિશન ભરતભાઇ મકવાણા (ઉ.વ.17)એ બાઇક પર આવી પ્રવિણભાઇને ઉભા રાખી જીગ્નેશએ તેની પર છરીનો જોરદાર ઘા મારી તેની હત્યા કર્યાનો ગુન્હો મૃતકના ભાઇએ આરોપી વિરૂદ્ધ નોંધાવ્યો હતો. જેના બન્ને આરોપી પોલીસ સમક્ષ હાજર થઇ જતા પોલીસે આરોપી જીગ્નેશને લોકઅપ હવાલે કરાયો હતો જ્યારે અન્ય મદદગાર સહઆરોપી કિશન ઉર્ફે ભરત મકવાણા સગીર હોય તેને રાજકોટ અોબઝરવેશન હોમ ખાતે મોકલી દેવાયો હતો. જ્યારે આરોપી જીગ્નેશ વિરૂદ્ધ અગાઉ પણ એ ડીવીઝન પોલીસ મથકમાં હત્યાની કોશીશના ગુન્હાનો કેસ અને ઘોઘારોડ પોલીસમાં પણ તેની વિરૂદ્ધ ગુન્હો નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો