તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં સાતમા નોરતે માવતરના ગરબાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેરમાં માવતર સંસ્થા દ્વારા વડીલો માટે માવતરના ગરબાનું સાતમા નોરતે માવતરની લાડકી દિકરી તરીકે વડીલોના હ્રદયમાં ખાસ ધરાવતા વિભાવરીબેન દવે દ્વારા આયોજન કરાયું છે.

ગુજરાતભરમાં નવરાત્રીમાં ગરબે ઘુમવા માત્ર યુવાનો જ રાહ જોતા હોય છે પણ ભાવનગરમાં એવું નથી ભાવનગરમા તો વડીલો પણ તેના ઇંતજારમાં હોય છે.માવતરની લાડકી દિકરી તરીકે વડીલોના હદયમાં સ્થાન ધરાવતા વિભાવરીબેન દવે દ્વારા દર વર્ષે ભાવનગરમાં માવતરના ગરબાનું આયોજન કરવામાં આવે છે.માત્ર ભાવનગરમાં જ નહીં આખા ગુજરાતમાં યોજાતા એકમાત્ર માવતરના ગરબા જયા વડીલો ખુબ મોટી સંખ્યામાં ગરબે રમવા આવે છે અને મન મુકીને ગરબે ઘુમે છે.ભાવનગરમાં છેલ્લા 19 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે તા.5-10-19 શનિવારે સાતમા નોરતે શહેરના જવાહર મેદાન ખાતે માવતરના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વડીલોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...