Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરમાં સંક્રાંતિ પૂર્વે ઝડપી પવન અને તીવ્ર ઠંડી બન્ને ગાયબ
ભાવનગર શહેરમાં મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે શહેરમાં પવનની ઝડપ ઘટી જતાં પતંતરસિયાઓમાં ચિંતા પેસી ગઇ છે. માત્ર એક જ દિવસમાં શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર ઘટીને આજે 6 કિલોમીટર થઇ ગઇ હતી. તો રાત્રે ઉષ્ણતામાન પણ વધીને 16 ડિગ્રી સેન્ટીગ્રેડે આંબી ગયું હતુ. જેથી રાત્રે ઠંડીની તીવ્રતામાં પણ ઘટાડો થયો હતો.
ભાવનગર શહેરમાં 24 કલાક અગાઉ રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 14.4 ડિગ્રી હતું તે 1.6 ડિગ્રી વધીને આજે 16 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. તો બપોર મહત્તમ તાપમાન ગઇ કાલે 23.1 ડિગ્રી હતું તે આજે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 25.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ જે ગઇ કાલે 18 કિલોમીટર હતી તે એકાએક 12 કિલોમીટર ઘટીને આજે 6 કિલોમીટર થઇ ગઇ હતી.
આથી ભાવનગર શહેરમાં ટાઢાબોળ પવનના સૂસવાટા શમી ગયા હતા. હવામાં ભેજનું પ્રમાણ 3 ટકા વધીને આજે 52 ટકા નોંધાયું હતુ.
રાત્રે તાપમાનમાં વધારો
તારીખ લઘુત્તમ તાપમાન
11 જાન્યુઆરી 16.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
10 જાન્યુઆરી 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
09 જાન્યુઆરી 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ