24 કલાકમાં તાપમાનમાં 4.4 ડિગ્રીનો વધારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર|ભાવનગર | 11 મે

શહેરમાં આખરે આજે વૈશાખી તાપનો અનુભવ નગરજનોને થયો હતો. ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે માત્ર 24 કલાકમાં જ 4.4 ડિગ્રી વધીને આજે 40.6 ડિગ્રીના આંકે આંબી જતા આખો બપોર કાળઝાળ ગરમીમાં પ્રજાજનો શેકાયા હતા.

ભાવનગર શહેરમાં વૈશાખ માસમાં હવે ગરમી તેનો પ્રકોપ વરસાવી રહી છે. વૈશાખનું પ્રથમ સપ્તાહ આજે પૂર્ણ થયું છે ત્યારે ગરમીમાં વધારો થયો છે. છેલ્લા પાંચેક દિવસથી શહેરનુ઼ તાપમાન સમાન્ય કરતાં 3થી 4 ડિગ્રી ઓછું નોંધાતું હતુ અને નગરજનોને રાહત હતી. પણ આજથી ગરમી વધી છે. જો કે રાત્રિનુ઼ લઘુત્તમ ઉષ્ણતામાન પવનના સૂસાવાટાને લીધે ઘટ્યું છે. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 25.6 ડિગ્રી હતું તે આજે 1.6 ડિગ્રી ઘટીને 24 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ઼ હતુ. ખાસ તો શહેરમાં પવનની ઝડપમાં 10 કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. ગઇ કાલેશહેરમાં 34 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તે ઝડપ આજે ઘટીને 24 કિલોમીટર થઇ ગઇ હતી. તો હવામાં ભેજનું પ્રમાણ 33 ટકા હતુ઼ તે વધીને આજે 41 ટકા થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...