તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મફત કચરો ઉપાડવાની સુવિધા એવું વાહનમાં લખો છો તો યુઝર્સ ચાર્જ કેમ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુઝર્સ ચાર્જ અને માત્ર પીરછલ્લા વોર્ડમાં ઘરવેરાની થયેલી ફેર આકારણી પ્રશ્ને આજે ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની નીચે શહેરના વિવિધ વેપારી એસોસીએશન અને મહાનગરપાલિકા વચ્ચે એક બેઠક મળી હતી. આ બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં ટેક્સની વિસંગતતા અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.

વેપારીઓએ માત્ર છેલ્લા વર્ષમાં જ કરવેરાનું એસેસમેન્ટ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું છે તેમ જણાવ્યું હતું. કચરો લઈ જતાં વાહનો પર ‘મફત કચરો ઉપાડવાની સુવિધા’ એવું લખ્યા બાદ યૂઝર્સ ટેક્સ શા માટે રાખવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ચર્ચા-વિચારણાને અંતે હાલ ચૂંટણીની આચાર સરિતા હોવાથી કોઈ નિર્ણય લેવાયો ન હતો. પણ જ્યાં જ્યાં વિસંગતતા હશે ત્યાં વાંધાઓ સાંભળી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. બેઠકમાં જણાવાયું હતું કે પીરછલ્લા વોર્ડના 18500 મિલકત ધારકો માંથી 6500 લોકોનો ટેક્સ ઘટયો છે. 5318 લોકોને વેરામાં કોઈ ફેરફાર થયો નથી અથવા નજીવો ફેરફાર થયો છે, જ્યારે 6900 લોકોને ટેક્સમાં વધારો થયો છે આમ ટેક્સની ફેર આકારણીને કારણે વધારો પણ થયો છે અને ઘટાડો પણ થયો છે. તેમ છતાં વાંધા અરજી કરવા માટે 15 દિવસની મુદત હતી. તેમાં વધારો કરાયો છે.

વેપારીઓ વતી એડવોકેટ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, ટેક્સનું એસેસમેન્ટ સાયન્ટિફિકલી રીતે થયું નથી. વધારે હાઈટ વાળી દુકાનોને NU5 માંથી NU1 ની કેટેગરીમાં તબદીલ કરાતા ટેક્સ ત્રણ ગણો વધ્યો છે. કાયદા મુજબ દંડ કર્યા પહેલા સાંભળવા જોઈએ. એસેસમેન્ટ વખતે દુકાનના માલિક હાજર ન હોય તો તે દુકાન કે મિલકત ભાડે અપાયેલ છે તેવું ઘણી લેવાયું છે અને બી.પી.એમ.સી એક્ટ મુજબની કાનૂની પ્રક્રિયા કર્યા વગર અમલી બનાવી દેવાયો છે. આ અંગે મેયર મનભા મોરીએ વાંધા અરજી કરવા અને વેપારીઓની સાથે રહેવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...