તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ સંબંધ નહી બાંધે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં રહેતી યુવતીને અનુ.જાતી હોવા છતા આરોપીએ તેને પ્રેમ સંબંધ ચાલુ રાખવાનુ દબાણ કરી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાય છે.

કુંભારવાડામાં રહેતી યુવતીને 4 વર્ષ પૂર્વે રબ્બર ફેક્ટરી પાસે રહેતા આબિદ હનીફભાઇ મલેક સાથે પ્રેમ સંબંધ થયેલ અને બાદમાં બન્ને રાજીખુશીથી ભાવનગરમાં અલગ-અલગ જગ્યાએ ફરવા પણ ગયા હતા. તે દરમિયાન યુવતીને જાણવા મળેલ કે આબિદને અન્ય કોઇ યુવતી સાથે પણ પ્રેમ સંબંધ હોય અને તેની સાથે ઝઘડો થતા આબિદે તેને છરી મારી દીધી હતી. બાદમાં તેણી અને આબિદ વચ્ચે અવાર-નવાર નાની નાની વાતોમાં ઝઘડો થતો હતો. અને તા.31-1-2020ના રોજ આબિદ તેના ઘર પાસે આવી તેની સાથે ઝઘડો કરી તેણીને પરાણે પ્રેમ સંબંધ ચાલુ રાખવાનુ કહેલ જેથી તેણીએ ના પાડતા આબિદે કહેલ કે તારા ભાઇને પુરો કરી નાખીશ અને તારી બહેન તથા તારો પરિવાર ક્યા જાય છે તે મને ખબર છે તેમ કહી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા યુવતીએ આબિદ વિરૂદ્ધ ડી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા સીટી ડી.વાય.એસ.પી મનીશ ઠાકરે આગળની તજવીજ હાથ ધરી છે.

આરોપી એક વર્ષ જેલમાં હતો

આરોપી આબિદ હનીફભાઇ મલેકને યુવતી સાથે પણ પ્રેમ સંબંધ હોય અને તેની સાથે ઝઘડો થતા તેને છરી મારી દેતા એક વર્ષ માટે ભાવનગર જેલમાં ખસેડાયો હતો.

જેલમાંથી છુટ્યા બાદ આરોપી સાથે યુવતીએ સંબંધ ઓછો કરી નાખ્યો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો