તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારો દીકરો વાયુસેનામાં હોવાનું મને ગર્વ છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે મારી છાતી ગજગજ ફૂલે છે કે, મારો દીકરો ભારતીય વાયુ સેના માં છે... પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓનો ખાત્મો કરનાર વાયુસેનામાં મારો પુત્ર \\\'અનિલ\\\' સાર્જન્ટ તરીકે હોવાનું અમને ગર્વ છે. સામાન્યતઃ માતા પિતાના નામે પુત્ર ઓળખાતા હોય છે પરંતુ આજે અમે અનિલ ના માતા પિતા તરીકે ઓળખાઈએ છીએ. આથી વિશેષ મા બાપ માટે બીજું શું હોઈ શકે. આ શબ્દો ભાવનગરના 17 વર્ષની ઉંમરથી જ એરફોર્સમાં જોડાયેલા અનિલભાઈ મકવાણાના પિતા ગુણવંતભાઈ અને માતા મધુબેનના શબ્દો છે.

ભારતીય વાયુસેનામાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા અનિલભાઈ મકવાણાને નાનપણથી જ સાહસિક પ્રવૃત્તિઓમાં રસ હતો. સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં પણ રાજ્ય પુરસ્કાર હાંસલ કરેલા અનિલભાઈ 12 સાયન્સ બાદ ડિસેમ્બર 2004માં એરફોર્સમાં જોડાયા. ત્યારબાદ કર્ણાટકમાં ટ્રેનિંગ લીધી અને ચંદીગઢ, આસામ, મથુરા અને હાલમાં દિલ્હીમાં ફરજ બજાવી રહ્યા હોવાનું અનિલભાઈના પિતા ગુણવંતભાઈ મકવાણાએ કહીં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓની છાવણી પર કરેલા હુમલાના સમાચાર સાંભળી વહેલી સવારથી જ ટેલિવિઝન સામે બેસી ગયા હોવાનું અને પોતાનો પુત્ર પણ વાયુસેનામાં હોવાને ગૌરવપ્રદ ગણાવ્યું હતું.

એરફોર્સમાં 14વર્ષની જોબ દરમ્યાન ઘણી વખત દીકરાની ચિંતા કરતા અનિલભાઈના માતા મધુબેને દેશની રક્ષા માટે પોતાનો દીકરો બજાવતો હોવાનું હર્ષભેર જણાવી અનિલભાઈની જંગલમાં ટ્રેનિંગ સમયની વાતો વાગોળી હતી. ખૂબ જ અઘરી ટ્રેનિંગ સમયે થોડીવાર માટે મનમાં ગડમથલ ઊભી થઈ હતી પરંતુ અનિલભાઈના મક્કમ મનોબળને પરિવારે પૂરો સહયોગ આપ્યો હતો. અનિલભાઈના મોટા ભાઈ નરેન્દ્રભાઈ મકવાણાને પણ એરફોર્સમાં જ જવું હતું. નરેન્દ્રભાઈએ NCC એર વિંગમાં કેડેટ્સ અંડર ઓફિસર તરીકે ત્રણ વર્ષ રહી એરફોર્સમાં જવાનો પ્રયત્નો પણ કર્યો હતો. પરંતુ તેમાં સફળ નહીં બનતા હાલમાં શિક્ષક તરીકે બાળકોને શિક્ષણ આપી દેશ સેવા કરી રહ્યા છે. ભાવેણાના 31 વર્ષીય અનિલભાઈ મકવાણા જેવા અનેક વીર જવાનોને સો...સો...સલામ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો