તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા આજે યોજાશે હલ્લાબોલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
�ઓનલાઇન દવાના મામલે રૂક જાવનો આદેશ અપાતા મદ્રાસ હાઇકોર્ટ દ્વારા લેવાયેલા આ વલણને વધાવી ભાવનગર જિલ્લા એકમના સત્તાધીશોની આંખ ખોલવા માટે કેમીસ્ટ અેસોસીએશન દ્વારા તા.8-1 ના રોજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાશે.

મદ્રાસના ઉચ્ચ ન્યાયાલય દ્વારા ફાર્મસીને �ઓનલાઇન દવા વેચવાની પ્રક્રિયામાં રૂકજાવનો આદેશ અપાયો હતો.� ઓલ ઇન્ડિયા �ઓર્ગેનાઇઝેશન �ઓફ કેમિસ્ટ અેન્ડ ડ્રગીસ્ટ દ્વારા આ બાબતની પુષ્ટિ કરાયેલ છે. આ જ રીતે દિલ્હી હાઇકોર્ટમાં ડો. અહમેદ દ્વારા દાખલ થયેલી યાચીકામાં જણાવાયુ હતુ કે,સામાન્ય રીતે ડોકટરની ચીઠ્ઠી વગર ના મળતી દવા �ઓનલાઇન મળે છે ઘણા કિસ્સામાં તો નશા માટે ઉપયોગમાં લઇ શકાય તેવી દવા�ઓ પણ �ઓનલાઇન બેરોકટોક મળી રહે છે. જેના તે�ઓએ પુરાવા રજુ કર્યા હતા. તેમની રજુઆત સાંભળ્યા બાદ દિલ્હી હાઇકોર્ટ દ્વારા પણ રૂકજાવનો આદેશ અપાયો હતો.

હાઇકોર્ટના આ વલણને દવા બજારે હર્ષભેર વધાવી સત્તાધીશોની આંખ ખોલવા માટે તા.8-1-19 ના રોજ શહેરમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ હેઠળ દરેક એસોસીએશન રેલીસ્વરૂપે જઇ જિલ્લા કક્ષાએ કલેકટર તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીને આવેદનપત્ર આપી આ પ્રવૃતિ સામે કડક પગલા લેવાની માંગ સાથે આવેદનપત્ર અપાશે. જયારે તાલુકા કક્ષાએ જે તે અધીકારીને આવેદનપત્ર અપાશે. ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ પ્રદિપભાઇ મહેતાએ આ હલ્લાબોલ કાર્યક્રમને પુષ્ટિ આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...