તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદો પરિવારો માટે સહાય રૂા. 46 લાખ 91 હજારને આંબી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાં હુમલાના શહીદોના પરિવારને આર્થિક સહાય માટેનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા શહીદોના પરિવાર માટે દાનની હાકલ કરવામાં આવતા આજે પણ કુલ રૂા.1,49,111ની રકમ સ્વૈચ્છિક દાનમાં મળી હતી.અત્યાર સુધીમાં કુલ આંક રૂા.46,91,490ને આંબી ગયો છે.

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીઅેફના જવાનો પર આતંકવાદી�ઓના હુમલા બાદ શહીદ થયેલા જવાનોના પરિવારને સહાય માટે ભાવનગરમાંથી દાનનો પ્રવાહ અવિરત ચાલ રહ્યો છે. ભાવનગરના શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા આ શહીદો માટે સહાયની અપીલ કરવામાં આવતા સ્વયંભૂ સબળ પ્રતિસાદ સાંપડ્યો છે અને આજે એક જ દિવસમાં રૂા.1,49,111 લાખની સહાય મળી છે અને જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિગત સહાયનો ધોધ શરૂ રહ્યો છે. આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક જ વર્ષમાં શહીદોના પરિવારોને કુલ મળી રૂા.34 લાખની સહાય આપવામાં આવી છે. આજે જે દાનની રકમ મળી તેમાં મધુસિલિકા પ્રા.લિ 100000, બીપીનભાઇ સોમાણી 11111, ડો.હરિઓમ શર્મા 11000, ડો.કૈરવી દેસાઇ 11000, કોકીલાબેન પટેલ 11000, ડો.પીનાકીન વોરા 5000 મળી આજ સુધીમાં કુલ શહીદો દાનની રકમ રૂા.46,91,490ના આંકને આંબી ગઇ છે.

સૈનિક પરિવારને સહાય આ રીતે મોકલી શકાશે
સ્ટેટ બેન્ક �ઓફ ઇન્ડિયામાં શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના નામનો ચેક અથવા એકાઉન્ટ નંબર 37078784887, એસબીઆઇ વાઘાવાડી રોડ, ભાવનગર પર સહાય આપવા અનુરોધ કરાયો છે. આ ટ્રસ્ટમાં કોઇ પણ તેમજ એચડી.એફસી બેંક વાઘાવાડી રોડ ભાવનગરમાં ખોલવામાં આવેલ છે. જેનો નંબર 50100271587618 છે. (જેનો IFSC કોડ HDFC0000137 છે. જે એકાઉન્ટમાં રકમ ભરી શકાશે અને ચેક પણ આપી શકાશે વ્યક્તિ પોતાનો સહયોગ આપવા ઇચ્છુક હોય તેમણે ફોન નં.278-2200566/ 9586777511 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો