તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

40.2 ડિગ્રીએ ભાવનગરમાં ચૈત્રના આરંભે વૈશાખી ગરમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 11 એપ્રિલ

ચૈત્ર માસનો આરંભ થઇ ગયો છે અને પ્રથમ સપ્તાહમાં જ ભાવનગર શહેરમાં હવે કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરમાં બપોરના મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેન્ટિગ્રેડના વધારા સાથે આજે તાપમાન 40.2 ડિગ્રી સેન્ટિગ્રેડે આંબી જતા દાહક ગરમીનો અનુભવ થયો હતો. તો છેલ્લા ચાર દિવસમાં શહેરનું મહત્તમ તાપમાન 3.9 ડિગ્રી વધીને 40.2 ડિગ્રી સેન્ટિગ્રેડ આંકે આંબ્યુ છે.

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આજે 40.2 ડિગ્રી સેન્ટિગ્રેડને આંબી જતા ચૈત્રના આરંભે વૈશાખી ગરમીનો પ્રકોપ અનુભવાયો હતો. આવી જ રીતે રાત્રીના લઘુતમ ઉષ્ણતામાન પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. 24કલાક અગાઉ ભાવનગરનું લઘુતમ ઉષ્ણતામાન 22.4 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું તે આજે 4.8 ડિગ્રી સેન્ટિગ્રેડ વધીને 27.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા રાત્રે પણ અકળાવનારી ગરમી અનુભવાઇ હતી. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ 17 ટકા નોંધાયું હતું જયારે પવનની ઝડપ 16 કિલોમીટર નોંધાઈ હતી. સાંજના સમયે પવન નીકળતા ગરમીમાંથી રાહત મેળવવા લોકો પરિવાર સાથે ગાર્ડન અને બગીચાઓમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

છેલ્લા ચાર દિવસથી શહેરમાં વધતું તાપમાન
તારીખ મહત્તમ તાપમાન

11 એપ્રિલ 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ

10 એપ્રિલ 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ

09 એપ્રિલ 38.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

08 એપ્રિલ 37.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...