તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરથી સીધી હરિદ્વારની ટ્રેન મળી શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા સમયથી સીધી હરિદ્વારની ટ્રેન મળે તેના માટે માંગણી થઈ રહી છે પરંતુ હજી સુધી રેલવે તંત્ર દ્વારા કોઇ મદદ મળી નથી. હાલ ભાવનગરથી ગાંધીનગરની ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવતા અમદાવાદ થી હરિદ્વાર માટે 10 કલાકે ઉપડતી યોગા એક્સપ્રેસને 1 કલાક મોડી કરવામાં આવે તો અડધા સૌરાષ્ટ્રવાસીઓ સીધા હરિદ્વાર પહોંચી શકે તેમ છે. ભાવનગર ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગરના મુસાફરોને સીધું હરિદ્વાર પહોંચવું હોય તો આ લીંક દ્વારા સીધો લાભ મળતો થાય તેમ છે. રાજ્ય પ્રા. શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રેલવેના નિયમિત મુસાફર દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે 11 કલાકે ઇન્ટરસીટી ટ્રેનમાં ગાંધીનગર પહોંચી જવાય છે, પરંતુ ત્યારે યોગા એક્સપ્રેસ ઉપડી ગઈ હોય છે. 1 કલાક તે મોડી કરાય તો મુસાફરોને હરિદ્વાર ટ્રેન મળી જશે.

અન્ય સમાચારો પણ છે...