તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોના ત્રાસથી વણીક યુવાને ભાવનગરથી િહજરત કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 25 ફેબ્રુઆરી

શહેરના મોખડાજી સર્કલ સામે નજક રેસીડેન્સીમાં રહેતા વણીક વૈભવભાઇ રજનીકાન્તભાઇ શાહ કે જે શેર બજારનો વ્યવસાય કરે છે.તેમણે દોઢ વર્ષ પહેલા શેર બજારમાં રોકાણ કરવા માટે ભાનવગરના રુવા ગામે રહેતા જાવેદ પરમાર પાસેથી 20 ટકાના વ્યાજે રૂપીયા 4.50 લાખ લીધા હતા.અને તેનું દરાહિને એક લાખ રૂપીયા વ્યાજ આપે છે. જયારે આ જ ગામના મહેન્દ્રસીંહ ચોૈહાણ પાસેથી પણ 20 ટકાના વ્યાજે રૂપીયા એક લાખ લીધા હતા.અને તેનુ દર અઠવાડીયે રુપીયા 5000 વ્યાજ ભરે છે.નાણાની ચુકવણી દરમ્યાન તેમનો ધંધો ચાલતો ન હોય તે�ઓ વ્યાજ કે રકમ ન ચુકવી શકતા તે�ઓ પખવાડીયાથી વડોદરામા તેમના માસી છાયાબેનના ઘરે તેમના પત્ની સાથે રહેવા ચાલ્યા ગયા હતા.

જયા તે�ઓ તેના માસીની દુકાને હતા. તે વખતે તેમના માસીના પુત્રએ ફોન કરી જણાવેલ કે સાત શખ્સો આવેલા છે. અને વૈભવ ક્યા છે ω તેમ કહી જેમ તેમ બોલી રહયા છે.આ અંગે વૈભવ શાહે રાવપુરા પોલીસમા જણાવ્યુ હતુ કે સાત શખ્સો પૈકી જાવેદ પરમાર, મહેન્દ્રસીંહ ચોૈહાણ અને મુસા સોલંકી ( રહે.ગામ રૂવા ) એ વ્યાજ અને રકમની ઉઘરાણી કરી.મારમારી છરી બતાવી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ મામલે જાવેદ અને મહેન્દ્રસીંહની ધરપકડ કરી હતી.

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધી રહયો છે અને તે�ઓની પઠાણી ઉઘરાણી અને ધાકધમકીથી અનેક લોકોએ આપઘાત વહોરી લીધાની ઘટના�\\\" બની છે. તો કેટલાક લોકોએ ગામ છોડવા પડયા છે. ત્યારે નવ નિયુકત ડીઆઇજી અને એસપી દ્વારા આવા વ્યાજખોરો સાકે કડક કાર્યવાહી કરે અને વ્યાજખોરોના ખોફમાંથી લોકોને મુકત કરે તેવી લોકોએ લાગણી અને માગણી વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો