કચ્છ વોરિયર્સની સામે હાલાર હીરોઝનો વિજય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો રોમાંચક રીતે પ્રારંભ થયો છે, અને ભારે ચડાવ-ઉતારવાળી પ્રથમ મેચમાં કચ્છ વોરિયર્સની સામે હાલાર હીરોઝ ટીમનો 24 રને વિજય થયો હતો.

જીતવા માટેના 148 રનના પડકાર સામે કચ્છની ટીમના પ્રારંભિક બેટધરો અવિ બારોટ અને સ્નેલ પટેલે દાવની શરૂઆત ખૂબ સારી રીતે કરી હતી. હાલારના સુકાની અર્પિત વસાવડાએ બોલિંગનો ભાર સંભાળ્યો અને બારોટને 35 રને તથા સ્નેલને 32 રને પેવેલિયન મોકલી પોતાની ટીમને મેચમાં પરત લાવી દીધી હતી. બાદમાં અન્ય બેટધરો અપેક્ષા મુજબનું બેટિંગ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેતા કચ્છની ટીમ 20 ઓવર્સમાં 7 વિકેટ 123 રન બનાવી શકી હતી. વસાવડાએ 4 ઓવર્સમાં 15 રન ખર્ચ કરી અને મહત્વપૂર્ણ 3 વિકેટો પ્રાપ્ત કરી હતી.

સુકાની અર્પિત વસાવડાએ 44 રન, એઝાઝ કોઠારીયાએ 31, વિશ્વરાજ જાડેજાએ 35 રનનું યોગદાન આપ્યુ હતુ. પાર્થ ભૂતે 3, સુરેશ પદીયાચીએ 2 વિકેટો ખેડવી હતી. એક સમયે કચ્છની ટીમ આસાનીથી જીત મેળવશે તેવું ભાસતુ હતુ પરંતુ હાલારની ટીમે જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...