તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

37,063 ગુમ થયેલા બાળકો સાથે ગુજરાત દેશમાં નંબર વન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બાળકો ગુમ થવાની ઘટના સતત ચાલુ છે અને આ અંગે ગત તા. 28 ડિસેમ્બરે ભારત સરકારના રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.વીરેન્દ્ર કુમારે લોકસભામાં સમગ્ર દેશમાં ગુમ થયેલા બાળકો અંતર્ગત રિપોર્ટ રજુ કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત અત્યારે ગુમ થયેલા બાળકો બાબતે પ્રથમ નમ્બર પર છે. તેમણે આંકડાકીય માહિતી આપી તે પ્રમાણે 37063 બાળકો ગુજરાતના ગુમ છે. જે બહુ જ ગંભીર અને શરમજનક કહી શકાય.ખરેખર સરકાર કે પોલીસ તંત્રની બેદરકારીને કારણે આ બાળકો મળ્યા નથી તેમ જણાવી આ બાબતે મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે અને જો પાંચ દિવસ ટાઈમ નહીં આપે તો સર્ચ માય ચાઈલ્ડ સંસ્થાના સંજય જોષીએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

આ બાબતે સંજય જોષીએ વધુમાં જણાવ્યું હતુ કે સરકારના કાયદા મુજબ જે કોઈ વ્યક્તિ કે બાળકની ગુમ થયેલાની પોલીસ FIR થયેલી હોય અને 7 વર્ષ સુધીએ ના મળે તો એ વ્યક્તિ કે બાળકને મૃત જાહેર કરવામાં આવે છે. અમદાવાદ શહેરની 11 વર્ષની બાળકી વિશ્વા પટેલ જે ગત તા.27 જાન્યુઆરી, 2012 ના રોજ ગુમ થયેલી હજુ સુધી એ મળી નથી અને આવા ઘણા બાળકો ગુજરાતમાં હશે. આ બાબતે ગુજરાત સરકારનું વલણ સ્પષ્ટ કરી ગુમ થયેલા બાળકોના વાલી�ઓને યોગ્ય ન્યાય મળે એ હેતુથી ચર્ચા માટે સમય આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. ગુજરાત રાજયમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ વધી છે. અને તેમાં પોલીસ અને બાદમાં સરકારની નિષ્ક્રિયતાને કારણે લાંબો સમય વિતે છતા આ ખોવાયેલા બાળકો પરત મળતા નથી. સમગ્ર દેશમાં ગુમ થયેલા બાળકોમાં ગુજરાત નં-1 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો