GST ઘટ્યો પરંતુ બાંધકામમાં રીવર્સ ચાર્જ મિકેનીઝમની સમસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકો અને ગરીબો પોતાનું મકાન વસાવી શકે તેવા હેતુથી એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ઘટાડીને 1 ટકા તથા અન્ય મકાનોમાં જીએસટી 5 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ તેનો સીધો લાભ ગ્રાહકોને થાય તેવી શક્યતાઓ ધુંધળી બની છે.

સરકાર દ્વારા 1લી એપ્રિલથી જીએસટીના નવા દર લાગુ કરવામાં અાવ્યા છે. પરંતુ બિલ્ડરો-ડેવલોપરોને સૌથી વધુ અકળાવનારી બાબત રીવર્સ મિકેનિઝમ ચાર્જ છે, જેનો અમલ શરૂ થઇ ગયો છે. મકાનો પર અગાઉ લાગુ પડતા 12 ટકા જીએસટીમાં સરકાર દ્વારા ઘટાડો કરવામાં અાવ્યો છે, અને હવે 5 ટકા થયા છે. તેવી જ રીતે એફોર્ડેબલ હાઉસિંગમાં 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરવામાં આવ્યા છે. આવા જીએસટી ઘટાડાની સાથે જ સરકારે સ્પષ્ટ કર્યુ છે કે બિલ્ડરો-ડેવલોપરોને કોઇ ઇનપટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. વરિષ્ઠ કર નિષ્ણાંત અને એડવોકેટ ભરતભાઇ શેઠના જણાવ્યા પ્રમાણે ડેવલોપરોને 5 કે 12, 8 કે 1 ટકાની પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જો કોઇ ડેવલોપરોએ 5 ટકાનો દર પસંદ કરે તો પોતાની 80 ટકાથી વધુ ખરીદી જીએસટી સમક્ષ રજીસ્ટર્ડ વેપારીઓ પાસેથી કરવી જરૂરી બને છે. સિમેન્ટની ખરીદી અનરજીસ્ટર્ડ ડીલર પાસેથી કરવામાં આવી હોય તો 28 ટકાના દરથી જીએસટી ચૂકવવો પડી શકે છે. જેટલી ઓછી ખરીદી કરી હોય તેના પર આરસીએમ લાગુ પડશે કે પૂર્ણ ખરીદી પર તેના અંગે કોઇ સ્પષ્ટતા નથી.

ગ્રાહકો માટે સરળીકરણ : ડેવલોપરોને ભારણ
મકાનો પરના જીએસટીમાં ઘટાડો થવાથી ગ્રાહકો માટે સરળીકરણ થશે પરંતુ ડેવલોપરો માટે રીવર્સ ચાર્જ મીકેનીઝમને કારણે દસ્તાવેજીકરણ અને કેટલાક કિસ્સામાં ડબલ ટેક્સેશનનું ભારણ પણ આવી પડે તેમ છે. ઉપરાંત માસિક ધોરણે આ ગણતરી કરવની રહેશે કે સંપૂર્ણ પ્રોજેક્ટની 80 ટકા ખરીદીને ધ્યાનમાં લેવામાં આવશે તેના અંગે તંત્ર તરફથી સ્પષ્ટતાની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...