2 કરોડથી વધુનું ટર્નઓવર હોય તો જીએસટી ઓડિટ અાવશ્યક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ્સ એન્ડસ સર્વિસ ટેક્સ (જીએસટી) અંતર્ગત જીએસટીઆર સમયસર ફાઇલ કરવા ઉપરાંત ટર્નઓવરનું પણ ધ્યાન રાખવું વ્યવસાયકારો માટે આવશ્યક છે. જે કરદાતાનું ગત વર્ષમાં ટર્નઓવર રૂપિયા 2 કરોડથી વધુ રહ્યું હોય તો તેઓએ જીએસટી ઓડિટ કરાવવું ફરજીયાત છે.

જીએસટીઆર-9માં પ્રત્યેક કરદાતાએ રિટર્ન 30 જૂન સુધીમાં ફાઇલ કરવું ફરજીયાત છે. કંપોઝિશન ડીલરે આ રિટર્ન ફોર્મ-9સીમાં ફાઇલ કરવાનું રહેશે. જે કરદાતા વર્ષ 2017-18માં કંપોઝિશન તથા સામાન્ય કર પ્રણાલીમાં રહ્યા છે, તેઓએ બંને રિટર્ન ફાઇલ કરવાના રહે છે. આ રિટર્ન સમયાવધિમાં ફાઇલ નહીં કરવામાં આવે તો પ્રતિદિન 200 રૂપિયાની પેનલ્ટી જીંકવામાં આવી છે.

વાર્ષિક રીટર્નના પ્રથમ વર્ષમાં જુલાઇ-17થી માર્ચ-18ની માહિતી આપવાની છે. આ રિટર્ન પ્રત્યેક રજીસ્ટ્રેશનના સંબંધમાં અલગથી ફાઇલ કરવાની રહેશે. ચુકવણી માટે કેશ લેજરનો ઉપયોગ કરવાનો રહેશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટની બેલેન્સનો ઉપયોગ તેના માટે કરી શકાશે નહીં. રિટર્નનો ડેટા સંપૂર્ણ છે તેની ખાતરી અગાઉ કરી લેવાથી જીએસટી ઓડિટમાં ખામીઓ સર્જાય નહીં. કોઇપણ કરદાતાનું ટર્નઓવર નાણાકીય વર્ષ 1/4/2017થી 31/3/2018 દરમિયાન રૂપિયા 2 કરોડથી વધુ હોય તેઓએ ખાસ ધ્યાન રાખવું, કારણકે જીએસટી 1/7/2017થી અમલમાં આવ્યો હતો એટલેકે, કરદાતા પણ અસમંજસતામાં હતા કે નવ માસના ટર્નઓવરના કે વાર્ષિક ટર્નઓવરના 2 કરોડથી વધુ થાય તો ઓડિટેડ રીપોર્ટ ફાઇલ કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...