તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોવર્ધનપૂજાએ પ્રકૃતિ પૂજા અને નાગદમન એટલે પર્યાવરણની શુદ્ધિ: પૂ.સીતારામબાપુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગોપાલધામ દિહોરના આંગણે બારૈયા પરિવાર આયોજીત પ.પૂ.સીતારામબાપુ શિવકુંજ આશ્રમ અધેવાડાના વ્યાસાસને ચાલી રહી છે. કથામાં ગામ અને વિસ્તારના શ્રધ્ધાળુ તેમજ સૌરાષ્ટ્રભરના ભાવિક ભકતો લાભ લઇ રહ્યા છે.

ગોપાલધામના આંગણેથી પૂ.સંત સીતારામ બાપુએ કહ્યુ હતુ કે ગોવર્ધન પૂજાએ પ્રકૃતિ પૂજા અને નાગદમન એટલે પર્યાવરણની શુધ્ધિ છે. ભગવાન શ્રીરામ અને કૃષ્ણ ભગવાને સૌપ્રથમ પ્રકૃતિનુ પૂજન કર્યુ છે. ભગવાન રામ 14 વર્ષ વનવાસ દરમ્યાન શબરીમાં અને અનેક જીવોના ઉધ્ધાર માટે ચૌદ વર્ષ વનવાસ સાથે સાથે પ્રકૃતિ પૂજા કરી છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ બાલલીલાઓથી લઇને ધીરે ધીરે વનરાવન, ગોકુળ, મથુરાની કુંજગલીઓ અને ગાયો ચરાવતા છરાવતા, યમુનાજીના કાલીન્દીના ધરામાં કાલીનાગને નાથ્યો અને જળને પવિત્ર બનાવી આમ કનૈયાએ પ્રકૃતિ પઝા કરેલી છે. કૃષ્ણ જન્મ ઉત્સવમાં શિવજી ભગવાનનુ નામકરણ કરવા પધારે છે. ભગવાન પુતનાનો ઉધ્ધાર કરે સંકટાસૂર ઉધ્ધાર નિરમોહી અને નિરમાની બનીયે તો કનૈયો આપણી સાથે બંધાય છે.

અન્ય સમાચારો પણ છે...