રેલવેમાં UTS એપથી ટીકીટ લેવાથી 5 ટકાનું વળતર મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 14 મે

રેલવે દ્વારા લોંચ કરવામાં આવેલી યુટીએસ એપ દ્વારા ભારતમાં કોઇ પણ સ્થળે જવા માટે બુંકીંગ થઇ શકે છે અને દેશભરમાં આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. ભાવનગર રેલવેએ જણાવ્યું કે યુટીએસ એટલે કે અનરિઝર્વ્ડ ટીકેટીંગ સિસ્ટમ હવે સમગ્ર ભારતીય રેલવેમાં દરેક ઝોન અને ડીવીઝનમાં અમલી બનાવી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ એપ્લીકેશનનો ઉપયોગ કરવા પર ટીકીટમાં 5 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે..

અત્યાર સુધી માત્ર આરક્ષિત ટીકીટ જ ઓનલાઇન અને આઇઆરસીટીસી વેબ દ્વારા બુક થઇ શકતી શતી પરંતુ હવે જનરલ ટીકીટ લેવા માટે પણ યાત્રીએ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. યુટીએસ એપલીકેશન પ્લે સ્ટોરમાં જઇને યુટીએસ સર્ચ કરવાથી મળી શકે છે અને તેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય તેની તમામ માહિતી પણ એપ્લીકેશનની સાથે જ આપવામાં આવી છે. આ પ્રકારે અત્યારે સુધી સમગ્ર દેશની સાથે ભાવનગર જે સુવિધાથી જોડાયેલું નહોતું તે સુવિધા પણ ઉપલબ્ધ થઇ ચૂકી છે. આ રીતે હવે રેલવે ટીકીટ મેળવવા માટે લોકોએ લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેતી નથી. યુટીએસ એપ આવતાં રિઝર્વેશન બારી પર ભીડ આંશિક રીતે ઓછી થઇ છે પરંતુ ઓનલાઇન ટીકીટ લેનાર યાત્રીઓને રેલવેની સલાહ છે કે તેઓ પોતાના આઇડી ઉપર જ ટીકીટ મેળવે. કોઇ એજન્ટ મારફતે ટીકીટ ન મેળવે. કેમ કે તે પકડાય તો સજાની પણ જોગવાઇ છે. વળી, સૌથી મહત્વની વાત એ છે કે આ એપ્લીકેશનનો ઉપયોગ કરવા પર ટીકીટમાં 5 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...