ગઢડા BAPS મંદિરના 68માં પાટોત્સવની ભવ્ય ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાર્તીર્થ ધામ ગઢપુરમાં ઘેલા નદીના કિનારે ટેકરા ઉપર ભવ્ય આરસનું મંદિર શોભી રહ્યું છે. જે મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ સ્વયં ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા કર્યો હતો. એ સંકલ્પ મુજબ BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1951ની સાલમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપે યોગીજી મહારાજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ મંદિરને આધુનિક ઉપકરણોથી સજજ પ્રદર્શન-ઉતારા સભામંડળ ભોજનશાળા વિગેેરેની અનેક સુવિધાથી સજ્જ કર્યું. આ ઉપરાંત આ મંદિરમાં અનેક સામાજીક પ્રવૃતિ, સંત્સંગ પ્રવૃતિ, બાળ સંસ્કાર, યુવા સંસ્કાર, મહિલા સશક્તિકરણ જેવી પ્રવૃતિને વધુ વેગવંતી બનાવી છે.

આમ સત્સંગ અને સમાજસેવાના સંગમરૂપ તીર્થધામ ગઢપુર BAPS સ્વામિનારાયણ મંદિરનો 68મો પાટોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાયો. જેમાં વેદોક્તવિધિ મુજબની વિધિ- ઠાકોરજીને પંચામૃતવિધિથી અભિષેક તેમજ કેસર જળથી અભિષેક પાટોત્સવ નિમીતેની ખાસ સત્સંગ સભા તેમજ અન્નકુટ અને આરતી દર્શનનો પણ સૌને લાભ મળ્યો હતો જેમાં બોચાસણ-આણંદ-અમદાવાદ-સુરેન્દ્રનગર-લીંબડી-સારંગપુર-મહુવા- ધારી- ભાવનગર વિગેરે તીર્થધામોમાંથી 70થી વધુ સંતો પધાર્યા હતા. આ ઉત્સવમાં 2000થી વધુ ભક્તોએ ભોજનપ્રસાદનો અહીં જ

અન્ય સમાચારો પણ છે...