મુખવાસથી માંડીને પોપકોર્ન, શાકભાજીની રંગોળીઓ છવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લલિત કલા વિભાગ અંતર્ગત રંગોળીની સ્પર્ધા યોજાઇ હતી જેમાં મુખવાસથી માંડીને પોપકોર્ન, શાકભાજીની કલાત્મક રંગોળીઓ છવાઇ ગઇ હતી. સાથે રવીન્દ્રનાથ ટાગોર, રાણી લક્ષ્મીબાઇ જેવા વ્યક્તિ ચિત્રો પણ દોરાયા હતા.

ફોટોગ્રાફી, કોલાજ, રંગોળી સહિતની લલિત કલા શાખા માટે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં રંગોળી બનાવવાની સ્પર્ધામાં 29 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફળ, ફુલ, પાંદડા, કઠોળ, લોટથી બનાવેલી રંગોળીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...