તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 જાન્યુ.થી 15 દી’માં જ લગ્નના 12 શુભ મુહૂર્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત તા.16 ડિસેમ્બરને રવિવારથી આગામી તા.14 જાન્યુઆરી એટલે કે, ઉતરાયણ સુધી કમુહૂર્તાનો હાલમાં સમયગાળો છે. આ સમયગાળામાં લગ્ન સહિતના માંગલિક કાર્યો પણ બ્રેક લાગી ગયેલી છે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતા જ ધનુર્માસનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન લગ્ન, સગપણ જેવા શુભકાર્યો અટકી જાય છે. આ દિવસો દરમિયાન શુભકાર્યોને વર્જિત માનવામાં આવે છે. માટે ગત 16 ડિસેમ્બરથી એક મહિના સુધી લગ્નસરાની સિઝન બંધ છે અને હવે તા.14 જાન્યુઆરી બાદ પુન: લગ્નગાળાનો આરંભ થશે. 17 જાન્યુઆરીએ લગ્ન માટે પ્રથમ શુભ મુહૂર્ત છે. 14 જાન્યુઆરીએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે અને બાદમાં જાન્યુઆરીના બીજા 15 દિવસમાં લગ્નની ધૂમ સિઝન છે.જેમાં 15 દિવસમાં તા.17,18, 19, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 31 જાન્યુઅારી લગ્નના શુભ મુહૂર્ત છે.

14 જાન્યુઆરી અને ઉતરાયણ બાદ ફરીવાર લગ્નસરાની સિઝનનો પ્રારંભ થશે. હાલ એક મહિના સુધી હવે લગ્ન વિધિ, સગપણ-સગાઇ, દીક્ષા, મૂહૂર્ત પ્રદાન, મકાન કે �ઓફિસના ઉદઘાટન, નવા મકાન- વાહનની ખરીદી જેવા કાર્યો પર બ્રેક લાગેલી છે. જો કે એનઆરજી તથા એનઆરઆઇ લોકો દ્વારા આ સમયમાં મોટાપાયે લગ્નો કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વિદેશમાં વેકેશનનો માહોલ હોવાથી ત્યાં વસતા ગુજરાતી�ઓ દ્વારા મોટા પ્રમાણમાં લગ્નો કરવામાં આવે છે.

12 જુલાઇથી 8 નવેમ્બર લગ્નના મુહૂર્ત નહીં
ધનારક કમુહૂર્તા 14 જાન્યુઆરીએ પૂર્ણ થશે. આગામી 14 જાન્યુઆરીએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે અને બાદમાં પહેલા શિયાળુ અને બાદમાં ઉનાળુ લગ્ન સિઝન પણ જામશે. 12 જુલાઇએ દેવશયની એકાદશી આવશે ત્યારથી લગ્ન માટે શુભ મુહૂર્ત પર બ્રેક લાગશે. છેક 8 નવેમ્બર સુધી દેવઉઠી એકાદશી સુધી લગ્નના મુહૂર્ત નથી. બાદમાં 19 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી શિયાળાના લગ્નના મુહૂર્ત છે.

લગ્ન માટે શ્રેષ્ઠ બે વણપૂછ્યા મુહૂર્ત
આ વર્ષે 10મી ફેબ્રુઆરીના રોજ વસંતપંચમી અને ત્યાર બાદ 7 મેના રોજ અક્ષય તૃતિયાનું પર્વ આવે છે આ બન્ને પર્વ લગ્ન, વિવાહ માટે સર્વ શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે આમ તો મુહૂર્ત પણ ન જોવું પડે આથી તેને વણપૂછ્યા મુહૂર્ત પણ કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...