તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીંબી હોસ્પિ.માં 9 વર્ષમાં નિ:શૂલ્ક 12.60 લાખ ઓપરેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉકિતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહેલી ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલએ રાજયભરમાં કેશલેસ હોસ્પિટલ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી રહી છે. આ હોસ્પિટલ નવમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે માનવસેવાની અખંડ જયોત પ્રજવલીત કરી રહેલી આ તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 12.59.770 �\\\"પરેશન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ 32,623 પ્રસુતિના કેસો, 5941 જેટલા એકસરે સેવા લેબોરેટરીના કેસો હાથ ધરાયા હતા. અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં કુલ 4,87,187 દર્દી�ઓ અને તેમના સ્વજનો સહિતનાએ પ્રસાદ લીધો હતો.

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં નમૂનેદાર આરોગ્ય સેવા પ્રદાન કરી રહેલી આ કેશલેસ હોસ્પિટલ 9-9 વર્ષથી અતિ આધુનિક ટેકનોલોજી, અદ્યતન સુવિધા�ઓથી યુકત તબીબી સારવાર આપીને કીર્તીમાન રેકર્ડઝ સ્થાપી રહી છે. સંત શિરોમણી પરમ પૂજય નિર્દોષાનંદજી સરસ્વતીની પ્રેરણાથી અને તેમના આશીર્વાદથી ધમધમતી આ નિ:શુલ્ક હોસ્પિટલ સૌરાષ્ટ્ર ગુજરાતભરના ગરીબ તેમજ મધ્યમવર્ગના લાખો લોકો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબીત થઇ રહી છે. આ હોસ્પિટલમાં ફકત ગુજરાત રાજયના જ નહિ બલકે નિયત સમયાંતરે દેશ વિદેશના વિવિધ રોગના સ્પેશ્યાલીસ્ટ તેમજ સુપર સ્પેશ્યાલીસ્ટ નામાંકિત તબીબો દ્વારા સેવા આપવા કેમ્પ યોજાઇ રહ્યા છે.

આ હોસ્પિટલમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા ખરેખર કોર્પોરેટ ક્ષેત્રમાં મળતી હોય તે રીતની તબીબી નિદાન અને સારવાર થાય છે એટલું જ નહિ જરુરી દવા�ઓ પણ હોસ્પિટલના કાઉન્ટર પરથી મળી રહેશે.આ હોસ્પિટલમાં ફકત દર્દી�ઓ માટે જ નહિ બલકે તેમની સાથે આવનારા સ્વજનો માટે પણ સવારે અને સાંજે મહાપ્રસાદની પ્રશસ્ય વ્યવસ્થા રાખેેલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં શહેરી કક્ષાની આ કોર્પોરેટ હોસ્પિટલ દર્દીનારાયણ માટે આર્શિવાદરૂપ બની રહી છે.

અમેરિકાના ડોકટર દ્વારા ઉપકરણોથી સારવાર
અતિ આધુનિક ડિઝીટલ એક્સ-રે, પોર્ટેબલ અને �ઓનલાઇન એક્સરે, નવજાત બાળકો માટે વોર્મર, 4 ડી સોનોગ્રાફી, ગેસ્ટ્રોસ્કોપી, કોલેનોસ્કોપી સહિતના સાધનો હોસ્પિટલમાં છે. અમેરિકાના ડો.નટુભાઇ કે. રાજપરા અને ડો.જે.કે.લાખાણી સેવા બજાવે છે. આ બન્ને તબીબ ફૂલ ટાઇમ સેવા બજાવે છે અને હ્રદયરોગ, ફુેફસા, પ્લાસ્ટીક સર્જરી સહિતના રોગમાં સેવા આપે છે.

હોસ્પિટલની ગૌશાળા અને રક્ત દાન પ્રવૃતિ
આ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી�ઓને દેશી ગાયોનું શુદ્ધ દૂધ અને છાશ મળી રહે તે હેતુથી નિર્દોષાનંદજી ગૌ શાળા કાર્યરત છે ઉપરાંત આજુબાજુના ગામોમાં વખતો વખત રક્તદાન કેમ્પ યોજી હજારો બોટલ રક્ત દર્દી�ઓના લાભાર્થે એકત્ર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...