Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સપાટો : PGVCLની ઝુંબેશમાં 2.4 કરોડની થયેલી વસુલાત
પી.જી.વી.સી.એલ દ્વારા માર્ચ મહિના નાં અંતમાં વીજ માસ ડિસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડતર બિલની રકમ વસૂલવામાં આવી રહી છે. તા.12 માર્ચ અને 13 માર્ચ દરમિયાન વીજકંપની દ્વારા 2 કરોડ 4 લાખની રકમ મેળવવામાં આવી હતી અને 415 વીજ ગ્રાહકોની મીટર સર્વિસ દૂર કરવામાં આવી હતી.
તા.12 માર્ચ નાં રોજ મહુવા , સણોસરા , કોડીનાર તથા અન્ય પેટા વિભાગીય કચેરીઓમાં વીજ કંપનીની 321 ગેંગ દ્વારા 219 વીજ ગ્રાહકોના જોડાણ કાપવામાં આવ્યા હતા.
આ ડ્રાઈવ દરમિયાન 5556 વિજગ્રાહકો પાસેથી 1 કરોડ 7 લાખ 44 હજાર ની પડતરબિલ ની રકમ વસૂલવામાં આવી હતી. તા.13 માર્ચના રોજ સિહોર, ત્રાપજ, ઘોઘા , મામસા , ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓમાં 323 વીજ કંપનીની ગેંગ દ્વારા 5144 ગ્રાહકો પાસેથી 97 લાખ 26 હજારની રકમ વસૂલવામાં આવી હતી અને બિલ ની રકમ ન ભરેલ 196 વિજગ્રાહકોની મીટર સર્વિસ દૂર કરવામાં આવી હતી.
બિલની ન ભરેલ 415 વીજગ્રાહકો જોડાણ વિહોણા, 10,700 ગ્રાહકોએ કરી ચુકવણી