તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેરી સર્વિસથી સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત નજીક આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ.ગુજરાતના ઉદ્યોગોને જાફરાબાદ, પિપાવાવનો ફાયદો થશે

ભાવનગર | 25 ફેબ્રુઆરી
ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સૌરાષ્ટ્ર સાથેની કનેક્ટિવિટી ઉપલબ્ધ બનતાની સાથે માલ પરિવહન ક્ષેત્રે નવી સવલત ઉભી થઇ છે તેના કારણે બંને તરફના ઉદ્યોગોને ફાયદો થઇ રહ્યો છે. બીજી તરફ સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં આર્થિક ઉપાર્જન ક્ષેત્રે વ્યસ્ત સૌરાષ્ટ્રવાસીઓ માટે મુસાફરીનું પણ જડપી અને નવું માધ્યમ ઉપલબ્ધ બન્યુ છે.

જાફરાબાદ, પિપાવાવની આજુબાજુમાં આવેલા નાના સિમેન્ટ ઉદ્યોગો માટે દહેજથી રો-મટિરીયલ ક્લીન્કર આવે છે, તેના ટ્રક હવે દહેજથી ઘોઘા ફેરીના માધ્યમથી આવશે. જ્યારે દ.ગુજરાતમાં પ્રસ્થાપિત ઉદ્યોગો માટે પિપાવાવ બંદર પર આયાત કરવામાં આવતા માલને સડકમાર્ગને બદલે ઘોઘાથી દહેજ જળમાર્ગથી લઇ જવામાં આવી રહ્યો છે અને તેના કારણે સમયની બચત થઇ રહી છે.

સુરતના રત્નકલાકારો પોતાના બાઇક લઇને પણ વતન આવી રહ્યા છે. સુરત, વાપી જેવા શહેરોમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, મહુવા, રાજુલા સહિતના સ્થળોએથી રોજીરોટી કમાવવા સ્થળાંતરીત તો થયા છે પરંતુ તેઓના સામાજીક વ્યવહારો, કુંટુંબીજનો હજુ વતનમાં હોય છે, તેથી વર્ષમાં અનેક વખત આવન-જાવન રહે છે. સૌરાષ્ટ્ર વાસીઓને વતન આવવા-જવા માટે એક-એક દિવસ વ્યતિત થતો હતો.

ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસના માધ્યમથી આગામી દિવસોમાં સુરતથી મહુવા, પાલિતાણા અને અમરેલીની વાતાનુકુલિત નવી બસો શરૂ કરવામાં આવી રહી છે. આ ત્રણેય શહેરોમાંથી સુરત જવા આવવા માટે હવે દિવસમાં બે વખત બસ સેવાઓ પણ ઉપલબ્ધ બનવાની છે. ટુંકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વ્યવસાય અને મુસાફરો માટે જે નવી સુવિધા ઉપલબ્ધ બની છે તેનાથી ભાવનગર આ બંને ક્ષેત્રના મધ્યમાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો